- શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમતા
- ગીર સોમનાથ જીલ્લાનો દેશી ગોળ દેશ -વિદેશમાં જાય છે
ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર ના કિનારે આવેલ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ,તાલાલા અને કોડીનાર મા શિયાળુ પાક શેરડીનુ વાવેતર ખૂબજ મોટા પ્રમાણમાં થાય છે અને આ શેરડીમાથી દેશીગોળ બનાવવાના રાબડાઓ પણ આ વિસ્તારમાં ધમધમી રહ્યા છે. તેમજ આ વિસ્તારના ખેડૂતોને જીલ્લાની તાલાલા અને કોડીનારની ખાંડસરી ફેકટરી અનુકુળ પડે છે. પરંતુ આ ફેકટરીઓ બંધ હોવાથી ખેડૂતોને મોટુ આથીઁક નુકશાન વેઠવુ પડી રહ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. અને વેપારીઓ પુરતા ભાવ ન આપતા હોવાથી ખેડૂતો હવે સીધા ગોળ બનાવવાના રાબડાઓ મા જ શેરડી આપતા થયા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર ના કિનારે આવેલ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ,તાલાલા અને કોડીનાર મા શિયાળુ પાક શેરડીનુ વાવેતર ખૂબજ મોટા પ્રમાણમાં થાય છે અને આ શેરડીમાથી દેશીગોળ બનાવવાના રાબડાઓ પણ આ વિસ્તારમાં ધમધમી રહ્યા છે. અને આ વિસ્તારના ખેડૂતો ને ગીર સોમનાથ જીલ્લા ની તાલાલા અને કોડીનાર ની ખાંડસરી ફેકટરી અનુકુળ પડે છે.પરંતુ તાલાલા,કોડીનાર ની ફેકટરીઓ બંધ હોવાથી ખેડૂતોને મોટુ આથીઁક નુકશાન વેઠવુ પડે છે. અને વેપારીઓ શેરડીના ઓછા ભાવ આપી ખેડૂતો નુ શોષણ કરી રહ્યા છે. આ શિયાળુ પાક શેરડીમાથી ગોળ બનાવવામા આવે છે જેથી ખેડૂતો હવે સીધા ગોળ બનાવવા ના રાબડાઓ માજ શેરડી આપે છે..
શેરડીમાથી દેશીગોળ બનાવવા માટે સૌ પ્રથમ ખેતરમાથી શેરડી કાપી અને શેરડીના ઉપરના પાન ( આગ્રા) જેને ઢોરના ચારા માટે વાપરવામાં આવે છે ત્યારબાદ આ શેરડી પીલાણ મશીનમા નાખી તેમાથી રસ કાઢવામા આવે છે .આ રસ 3 ફુટ જેટલી કુંડીમાં એકઠો કરી ગરમ કરી પકવવામા આવે છે. ત્યારબાદ રસ ઠંડો પાડી તેમા પાપડી નામનું કેમીકલ્સ નાખવામા આવે છે .અને પછી ભીંડી નામની વનસ્પતિ ભેળવવામા આવે છે જેનાથી ગોળમા રહેલ વધારાનો કચરો નીકળી જાય છે .પછી આ ગોળ તૈયાર થાય પછી ડબ્બાઓ ભરવામા આવે છે જેમા બે પ્રકારના ગોળ બને છે 1) ભીલી ગોળ જે બહુ મોંઘો હોય અને અમરેલી જીલ્લા મા ખૂબજ વેચાય છે અને 2) દેશીગોળ જે કણીવાળો જનરલી બધે જ ખાવામાં વપરાય છે. આ ગોળ બનાવવા માટે પરપ્રાંતીય મજૂરો બોલાવામા આવે છે જે વધુ મહેનત અને ઓછી મજૂરી લે છે.આ ગોળ તૈયાર થયા બાદ વેપારીઓ ના દલાલો મારફત ગાડી ભરાઇને સૌરાષ્ટ્ર-ગુજરાત તથા અન્ય રાજ્યોમાં સપ્લાય થાય છે.
ગીર પંથકમાં શેરડીનો પુષ્કળ પાક થાય છે અને જેનો નિકાલ માટે આ જીલ્લા ની ત્રણેય સુગર ફેકટરીઓ બંધ છે જેથી પોષણક્ષમો ભાવો મળે તે માટે ખેડૂતો દેશીગોળ બનાવવાના રાબડાઓ મા શેરડી નુ વેચાણ કરે છે ત્યારે હાલ તેમને 2100 થી 2200 જેટલા ટનના ભાવો મળે છે. જે પ્રમાણમાં ઓછા કહેવાય છે પરંતુ સુગર ફેકટરી ઓ બંધ હોવાથી ના છૂટકે આપવા પડે છે આ વિસ્તારમાં સીઝનમાં 18 થી 20 લાખ ડબ્બાઓ નુ વેચાણ થાય છે જે સૌરાષ્ટ્ર ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં વેચાણમા જાય છે. હાલ મકરસંક્રાંતિ ની સીઝન આવી રહીછે ત્યારે ચીકી, લાડુ સહીતની વસ્તુઓ આ ગોળથી જ બને છે અને ધોમ વેચાણ થઇ રહેલ છે.
શિયાળાની ગુલાબી ઠંડીમાં 24 કલાક ચાલતા દેશીગોળ બનાવવાના રાબડાઓ ધમધમી રહ્યા છે ત્યારે ગરમા ગરમ ગોળ ની લિજ્જત માણવા આસપાસના લોકો આવે છે અને ગીર પંથકનો આ ગોળ ખૂબજ સ્વાદિષ્ટ હોય, આખુ વષઁ સારો રહે, સારી ગુણવત્તા અને પોષ્ટીક હોય છે ત્યારે વેપારીઓ સહીત લોકો પણ આ ગોળ લેવા માટે રાબડાઓ ની મુલાકાત લે છે જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પણ મોટા પ્રમાણમાં મળી રહે છે.
ત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ હાલ કપરી છે ત્યારે મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાયછે પરંતુ વેચાણ કરવા માટે ગીર સોમનાથ જીલ્લા ની તાલાલા, કોડીનાર અને ઉના ની સુગર ફેકટરીઓ બંધ છે ત્યારે હવે ખેડૂતો પણ પરપ્રાંતીય મજૂરોને બોલાવી પોતેજ શેરડીમાથી દેશીગોળ બનાવવા રાબડાઓ નાખી રહ્યા છે અને પોતેજ વેપારીઓ ને સીધુ વેચાણ કરે છે.
ત્યારે વાત કરવામા આવે તો આ વિસ્તારમાં શેરડીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ આ વિસ્તારમાં આવેલ સુગર ફેક્ટરી જો ચાલુ થાય તો ખેડૂતોને શેરડીના પોષણ ક્ષમ ભાવો મળી રહે અને સ્થાનીક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે….