- 90,500 ની કિંમતના છ જેટલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત કરાયા
- ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ પરત કરાયા
ગીર ગઢડા: જૂનાગઢ રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિકક્ષ મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ ચૌધરીની સૂચના તથા ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય આર ચૌહાણના માર્ગદર્શન મુજબ ગીર ગઢડા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ પરત કરવામાં આવ્યા છે. ખોવાયેલ કે પડી ગયેલ કે ચોરી થયેલા 90,500 ની કિંમતના છ જેટલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત અપાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગઢડા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી સામે આવી છે. જૂનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિકક્ષ મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ ચૌધરી ઉના વિભાગ ની સૂચના તથા ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય આર ચૌહાણ ના માર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઈલ ગુમ થયેલ કે પડી ગયેલ ના બનાવો ખૂબ જ પ્રમાણમાં વધતા જોવા મળે છે.
ત્યારે તે અનુસંધાને ગીર ગઢડા પોલીસ સ્ટેશન ની ટીમે ને છ જેટલા અલગ અલગ લોકોની અરજીઓ મળતા ગીર ગઢડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મોબાઈલ ફોન ગોતી અને મૂળ માલિકને પરત કર્યા હતા. ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ગીર ગઢડા પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારોના 6 મોબાઈલ 90,500 ની કિંમતના શોધી અને મૂળ માલિકને પરત કર્યા તેરા તુજકો અર્પણ કહેવત ને ખરા અર્થમાં ગીર ગઢડા પોલીસ ટીમેં સાર્થક કરી છે.
અહેવાલ: મનુ કવાડ