- બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ વોચ અને ટેબલેટ જેવા ઇનામોનું વિતરણ કરાયું
- કાર્યક્રમમાં બોમ્બેથી પધારેલા સર્વે સંસ્થાઓના હોદ્દેદારોનું સન્માન કરાયું
ગાંધીધામમાં સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આશા ચાંદના આગમન અનુસંધાને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સિંધી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આશા ચાંદનો મોટો ફાળો રહ્યો છે. હાલ તેમના આગમનનો મુખ્ય હેતુ પ્રથમ સિંધીસંગત દ્વારા દર વર્ષે રાખવામાં આવેલ કાર્યક્રમ સિંધી રાયમ્સ કોમ્પિટિશન હોય છે. જેમાં બાળકોની પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ વોચ અને ટેબલેટ જેવા ઇનામોનું વિતરણ કરે છે અને જયારે બીજો ઉદ્દેશ્ય વિદેશોમાં સિંધી ભાષીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આપવાનો છે. આ કાર્યક્રમ ચૈનાની પ્રોજેક્ટના ચેરમેન અને મેનેજિક ડાયરેક્ટર માધવી ચેન્નાની અને ચંદ્રુ ચૈનાની દ્વારા યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જુદા જુદા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાનું સ્વાગત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બોમ્બેથી પધારેલા સર્વે સંસ્થાઓના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગાંધીધામમાં સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આશા ચાંદ (સિંધી સંગત દુબઈ વ્યવસ્થાપન સમિતિના મુખ્ય કાર્યકર્તા)ના આગમન અનુસંધાને સન્માન કાર્યક્રમ યોજાયો સિંધી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આશા ચાંદ નો મોટો ફાળો રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ શહેર જઈ સિંધી કાર્યકર્તાઓની મુલાકાત લઈ સિંધી ભાષાને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. હાલ તેમના આગમનનો મુખ્ય હેતુ પ્રથમ સિંધીસંગત દ્વારા દર વર્ષે રાખવામાં આવેલ કાર્યક્રમ સિંધી રાયમ્સ કોમ્પિટિશન જેમાં બાળકોની પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ વોચ અને ટેબલેટ જેવા ઇનામોનું વિતરણ અને બીજો ઉદ્દેશ્ય વિદેશોમાં સિંધી ભાષીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આપવાનો છે આ બે મુખ્ય મુદ્દા વિશે ચર્ચા કરવા હેતુ તેઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ કાર્યક્રમ ચૈનાની પ્રોજેક્ટના ચેરમેન અને મેનેજિક ડાયરેક્ટર માધવી ચેન્નાની અને ચંદ્રુ ચૈનાની દ્વારા યોજાયો હતો જે શહેરના જુદી જુદી સંસ્થાઓ સાથે સેવાના કાર્યોમાં જોડાયેલા છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આશા ચાંદનું સન્માન શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી કરાયો હતો.આ ઉપરાંત એડવોકેટ પારુલ સોની અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર પ્રીતિ મુનશ્યાની નું પણ સન્માન મોમેન્ટો અને પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિપુર ગાંધીધામના જુદા જુદા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાનું સ્વાગત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બોમ્બે થી પધારેલા વી.એસ.એસ.એસ ના ફાઉન્ડર ચેર પર્સન ઉષા સાજનાની, કુમાર રામચંદાની, હરેશ તુલસીદાસ, લાલ હોત ચંદાની સહિત સર્વે સંસ્થાઓના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું કાર્યક્રમનું સંચાલન દિવ્યા ટેકવાની અને ઈશિકા પંજાબી દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં આભાર વિધિ માધવી ચૈનાની દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી