- આ કામગીરી આદિપુર PI ડી.જી પટેલ અને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરાઇ
- આરોપીને ગાંધીધામ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે
આદિપુરમાં યુવાન ઉપર જીવલેણ હુ-મલો કરનાર શખ્સને આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી બનાવનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મનીષ મુલચંદાણીને હ્યુમન સોર્શીસ અને ઇન્ટેલીજન્સના આધારે ઝડપી સમગ્ર ઘટનાનું રી-કન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આરોપીને ગાંધીધામ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. આ કામગીરી આદિપુર PI ડી.જી પટેલ અને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ હતું.
આ અંગે પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ આ બનાવ શુક્રવારે મોડી રાત્રિના સંતોષી માતા મંદિર વિસ્તારમાં ચાની દુકાન પાસે બન્યો હતો. ફરિયાદી સચિન વિકાસ આનંદાણીના પિતાએ આરોપી મનિષ ઉર્ફે મનિયો વિનોદ મુલચંદાણીના પિતા સામે થોડા સમય અગાઉ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનું મનદુ:ખ રાખી આરોપીએ ફરિયાદીને 6-એમાં નહીં આવવાનું કહી ધાકધમકી આપી હતી. શુક્રવારે રાત્રિના આરોપીએ સચિનને સંતોષી માતા મંદિર પાસે બોલાવ્યો હતો. આરોપીએ કોયતો હથિયાર છરી કાઢી ઘા માર્યો હતો. ફરિયાદી સંતોષી માતા મંદિર તરફ દોડયો હતો.
આ દરમ્યાન વચ્ચે સાહેદ લાલો ઉર્ફે પૃથ્વી બચાવવા પડયો હતો. આરોપી કોયતાનો ઘા મારવા જતો હતો, ત્યારે લાલો વચ્ચે પડતાં તેના ઉપર છરી વડે જીવલેણ હુ-મલો કર્યો હતો તેમજ સાહેદ લચ્છુને પણ છરી મારી હતી. ફરિયાદીને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મનીષ વિનોદભાઈ મુલચંદાણીને હ્યુમન સોર્શીસ અને ઇન્ટેલીજન્સના આધારે ઝડપી ગત રોજ સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આજરોજ આરોપીને ગાંધીધામ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરી આદિપુર પીઆઇ ડી.જી પટેલ અને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે
અહેવાલ: ભારતી માખીજાણી