- પોલીસે હુક્કાબારનો રૂા. 30,725નો સામાન જપ્ત કર્યો
- આ કામગીરી B ડીવીઝનના પોલીસ ઇન્સપેકટર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરાઈ
ગાંધીધામ શહેરના સેક્ટર-2 માં આરતી કોમ્પ્લેક્સમાં એક મકાનમાં ચાલતા હુક્કાબારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. તેમજ હુક્કા તેમજ વગેરે વસ્તુ જપ્ત કરી અહીમ ઉદ્દીન,રફીક ઉદ્દીન લશ્કર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પોલીસે હુક્કાબારનો રૂા. 30,725નો સામાન જપ્ત કરી આરોપી વિરૂધ્ધ તમાકુ ઉત્પાદન તેમજ વેપાર અને વાણીજય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ ધારો 2017 ની કલમ 21 (એ) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
ગાંધીધામ શહેરના સેક્ટર-બેમાં એક મકાનમાં ચાલતા હુક્કાબારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. અહીંથી હુક્કા વગેરે જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. શહેરના સેક્ટર-બે પ્લોટ નંબર 19, આરતી કોમ્પ્લેક્સ ઈમારતના પહેલા માળે મકાન નંબર-4માંથી પોલીસે આજે મૂળ આસામના અહીમ ઉદ્દીન રફીક ઉદ્દીન લશ્કર નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ પોતાના કબજાના આ મકાનમાં બહારથી લોકોને બોલાવી તેમને હુક્કો પીવાની સગવડ આપતો હતો.
હુક્કાબારના જુદા-જુદા નીતિનિયમો ન પાળનાર આ શખ્સના મકાનમાંથી પોલીસે હુક્કા નંગ-7, હુક્કો પીવા માટેની પાંચ નળી, સ્મોકિંગ કમિશનરના 24 પેકેટ, અલ્ફાઝ લવ 66ના 6 પેકેટ, અલ અયાન સિગ્નેચર ફ્લેવરનું એક પેકેટ, રોયલ સ્મોકિન કીવી પ્લાસ્ટના બે પેકેટ, અલફખર-મિન્ટનું એક, અલફખર-ગ્રેપ, બ્લુબેરી, પાન રસ ફ્લેવરના પેકેટ, સિલ્વર પેપરનો વપરાયેલો રોલ, કોલસાના પેકેટ નંગ-બે, લોખંડની સગડી, ઝારો, ચિપિયો વગેરે મળીને હુક્કાબારનો રૂા. 30,725નો સામાન જપ્ત કરી આરોપી વિરૂધ્ધ તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ) તેમજ વેપાર અને વાણીજય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ (ગુજરાત સુધારો) ધારો ૨૦૧૭ ની કલમ 21(એ) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
અહેવાલ: ભારતી માખીજાણી