- જૂની સુંદરપુરીમાં હત્યાનો બનાવ આવ્યો સામે
- 19 વર્ષીય ગોપાલ મહેશ્વરીને અમુક શખ્સોએ છરીનાં બેફામ ઘા મારી યુવાનની કરી હત્યા
- યુવાનની બુમાબુમ થતા આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા
- પોલીસે ઘટના સ્થળે પહોચી યુવાનના મૃતદેહને PM અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો
ગાંધીધામનાં જૂની સુંદરપુરીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૯ વર્ષીય ગોપાલ વેલજીભાઇ મહેશ્વરીને જૂની સુંદરપુરીમાં જ રહેતા અમુક શખ્સોએ છરીનાં બેફામ ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દીધું હતુ. જેમાં યુવાનની રાડારાડ થતા આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને પી એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ, રવિ નારણ માતંગ, કરણ નારણ માતંગ અને સુનિલ અભુ સંજોટ નામના ત્રણેય આરોપીઓએ 22 વર્ષીય ગોપાલ વેલજી પિંગોલ નામના યુવક સાથે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાઈને તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકના શરીર પર ઉપરાછાપરી ઘા મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શહેર એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
હાલ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પીએસઆઈની આગેવાની હેઠળની ટીમ હત્યા પાછળના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.
અહેવાલ: ભારતી માખીજાણી