- કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના જેવી પરિસ્થિતિ સર્જાય તો તેનો કાબુ મેળવવા મોક-એક્સરસાઈઝનું આયોજન કરાયું
- મોક-એક્સરસાઈઝ દરમ્યાન 11 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા
- સમગ્ર મોક-એક્સરસાઈઝમાં જોડાયેલ તમામ અધિકારી સહીતના લોકોનો આભાર વ્યકત કરાયો
ગાંધીધામ: માનવસર્જીત/કુદરતી આપતિઓને પહોંચી વળવા અંગેના આગોતરા આયોજન અર્થે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આવેલ બલ્ક પેટ્રોલીયમ સ્ટોરેજ ફેસીલિટીઝ, ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો.લી. અને ભારત પેટ્રોલીયમ કો.લી. ખાતે NDMA અને GSDMA દ્વારા આયોજીત કેમિકલ મોક-એક્સરસાઈઝ કરવાના સંદર્ભે મે.કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ,કચ્છ-ભુજની સુચના અને માર્ગદર્શન હેઠળ મોક- એકસરસાઈઝનું આયોજન સવારે 08 કલાક થી શરૂ કરી બપોરના 01 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.
આ મોક-એકસરસાઈઝનું મોનીટરીંગ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,અંજાર દ્વારા કરવામાં આવ્યો હતુ. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ, મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, તેમજ કચેરીનો સ્ટાફ, મામલતદાર ગાંધીધામ તથા તેમની કચેરીનો સ્ટાફ, મામલતદાર અંજાર તથા તેમની કચેરીનો સ્ટાફ, ચીફ ઓફિસર નગરપાલિકા ગાંધીધામ તથા તેમની કચેરીનો સ્ટાફ, આરોગ્ય વિભાગ, ઈ.આર.સી.ટીમ ગાંધીધામ, પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા તેમની કચેરીનો સ્ટાફ, ફોરેસ્ટ વિભાગ, IOCL, BPCL, HPCL કંડલાના અધિકારી તથા તેમનો ફાયર સ્ટાફ, કંડલા મરીન પોલીસ, ડાયરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, પૂર્વ-કચ્છ, પ્રતિનિધિ દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા, NDRF ની ટીમ આમ આશરે 400 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.
આ સાથે આ એકસરસાઈઝમાં તેઓને કોઈ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના જેવી કે, ભુકંપ, વાવાઝોડું, પૂર, આગ લાગવી જેવી પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિને બહુ જ ઓછા સમયમાં પહોંચી વળવા કે કાબુ મેળવવા તેમજ ઓછામાં ઓછુ નુકસાન/જાનહાની થાય તેવી અસરકારક કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ મોક-એક્સરસાઈઝ દરમ્યાન 11- ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને આ સમગ્ર મોક-એક્સરસાઈઝની કામગીરીની સંબંધિત વિભાગ/ખાતાઓને જાણ થયેથી બહુ જ ઓછા સમયમાં એટલે કે, 40 થી 45 મીનીટ સુધીમાં સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવેલ. અંતે આ સમગ્ર મોક-એક્સરસાઈઝમાં જોડાયેલ તમામ અધિકારી/કર્મચારીઓનો મદદનીશ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,અંજાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
અહેવાલ: ભારતી માખીજાણી