- કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા અને અસ્મિતા બલદાણીયા દ્વારા કરાયું
- કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિશુલ્ક કેમ્પનો લાભ લીધો
ગાંધીધામમાં હેલ્થ ડ્રાઇવ ઇનીસીએટીવ હેલ્ધી કચ્છ કેમ્પેઇન અંતર્ગત સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા ગળપાદર ગ્રામ પંચાયત, સદસ્ય અને પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના સંયુકત ઉપક્રમે ચોથા મેગા મેડિકલ કેમ્પનું ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ, ગળપાદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તબીબો અને અન્ય મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી મહેમાનોને સન્માન કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની નિશુલ્ક મેડિકલ કેમ્પની સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પમાં અનેક અગ્રણીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા તથા આભારવિધિ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતા બલદાણીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.
હેલ્થ ડ્રાઇવ ઇનીસીએટીવ હેલ્ધી કચ્છ કેમ્પેઇન અંતર્ગત સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા ગળપાદર ગ્રામ પંચાયત અને ભરતસિંહ નાગુભા જાડેજા સદસ્ય અને પૂર્વ પ્રમુખ ગાંધીધામ તાલુકા પંચાયતના સંયુકત ઉપક્રમે ચોથા મેગા મેડિકલ કેમ્પનું ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ, ગળપાદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે કેમ્પ ખાતે ઉપસ્થિત મહેમાનો કેશા ભીલ, સરપંચ, નિર્મલા સોલંકી, ચેરમેન સામાજીક ન્યાય સમિતિ ગાંધીધામ તા.પંચાયત, અલ્પેશ જરુ-વિરોધપક્ષના નેતા-ગાંધીધામ તા. પંચાયત, ગૌરીગર ગુસાઇ-પુજારી કરણી માતાજી મંદિર-ગળપાદર, ચતુરગર બાવાજી-મહંત નાગાબાવા મંદિર ગળપાદર તથા તબીબો અને અન્ય મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને તબીબો તથા મહેમાનોને પુષ્પગુચ્છ, મેમેન્ટો તથા શાલથી સન્માન કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.
જેમાં ગાંધીધામના નામાંકીત નિષ્ણાંત તબીબો ડો. જીગ્નેશ મહેતા- જનરલ સર્જન, ડો. શિલ્પા તોસ્નીવાલ- બાળરોગના નિષ્ણાંત, ડો. રવિ રાજાની-ફીઝીશીયન, ડો. યજુવેન્દ્રસિંહ રાઠોર- આંખના રોગના નિષ્ણાંત, ડો. જીમિતમિરાણી-હાડકાના રોગના નિષ્ણાંત, ડો. મિતલ મિરાણી- સ્ત્રી રોગના નિષ્ણાંત, ડો. અતિક્ષા રાજાની- કોસ્મેટોલોજીસ્ટ, ડો. અવની રીજવાની- દાંતના રોગના નિષ્ણાંત, ડો. પ્રતિક્ષા રાઠોર- ફીઝીયોથેરાપીસ્ટ, ડો. નિકુંજ બલદાનીયા- જનરલ પ્રેક્ટીશનર સહીતાઓ એ સેવા આપી હતી.
કેમ્પમાં આવેલ દરેક દર્દીઓને વર્ધમાન મેડીકલ સ્ટોર (મહેતા સર્જીકલ હોસ્પિટલ) તરફથી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી. ઉપરાંત જરૂર જણાયે દરેક દર્દીઓને આગળની વધારાની સારવાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં એટલે કે આશરે 153 જેટલા દર્દીઓએ નિશુલ્ક કેમ્પનો લાભ લીધેલ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની નિશુલ મેડિકલ કેમ્પની સેવાને બિરદાવવામાં આવી.
કેમ્પ ખાતે બહોળી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહે તે માટે કેશા ભીલ -(સરપંચ) અને ઋતુરાજસિંહ ગોહિલ (તલાટી કમ મંત્રી) દ્વારા ગળપાદર ખાતે બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ શુદ્ધ વાતાવરણ રહે તથા વાતાવરણને ઓક્સિજન મળી રહે તે અર્થે આ કાર્યક્રમની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. ઉપસ્થિત રહેલ તબીબો તથા મહેમાનોની હાજરીમાં 10 જેવા રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ તથા તેના રક્ષણ માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવી. વૃક્ષારોપણ માટે દાતાઓ નિરજ કુશવાહ (રામ નર્સરી) આદીપુર અને કિશોર નંદા (મે. નંદા એસોસીએટસ)-આદીપુરનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ મેડિકલ કેમ્પમાં પ્રોજેક્ટ પર્સન તરીકે હેમા ગોલાણી અને અમિત સોની રહ્યા હતા. ઉપરાંત કેમ્પ ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના અસ્મિતા બલદાણીયા (ફાઉન્ડર, સેવા પ્રયાસ ફાઉન્ડેશન), સભ્યોમાં અમન પંડ્યા, નિરંજન પ્રજાપતિ, દેવાંગ પંડ્યા, તરૂ પ્રજાપતિ, દીપેન જોડ, મોહન આહીર, કિરણ આહીર, મયુર મોરબીયા, દીપા મહેતા, પરેશ ઠક્કર, ઉર્વશી ઠક્કર, ભારતી માખીજાની, પૂજા ગાલાની વગેરે દ્વારા સેવા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતા બલદાણીયા દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી