પૂર્વ કચ્છ, ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા દુધઈ પોલીસ સ્ટેશન તથા સીટી ટ્રાફીક ગાંધીધામ દ્વારા કબ્જે કરવામાં આવેલ એમ.વી.એક્ટ 207 તથા જી.પી.એક્ટ 82(2) મુજબ કબ્જે થયેલ ટુ વ્હીલર/ફોર વ્હીલર વાહનો નંગ 105 કુલ કિંમત રૂપિયા 11,35,170/- જાહેર હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યા
પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલ વાહન મુદ્દામાલનો નિકાલ કરવા અંગે પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડીયા,પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા આપેલ સુચના આધારે લાંબા સમયથી દુધઈ પોલીસ સ્ટેશન ખાતે 30 તથા સીટી ટ્રાફીક ગાંધીધામના 75 જી.પી.એક્ટ તથા એમ.વી.એક્ટ કલમ- મુજબ કબ્જે કરવામાં આવેલ કુલ 105 વાહનો જીએસટી સહિત કુલ કિંમત રૂપિયા 11,35,170/-નો નિકાલ કરવા મામલતદારનો હુકમ મેળવી નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરી આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી રાખવામાં આવી હતી.
જે હરાજીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લામાંથી કુલ-48 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને આ જાહેર હરાજીમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પૂર્વ કચ્છ—ગાંધીધામના એ.વી. રાજગોર તથા દુધઈ પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા, ગાંધીધામ સીટી ટ્રાફિક પી.એસ.આઇ વી.આર.પટેલ, એમ.ટી.ઓ પીએસઆઇ પી.એમ.જામ તથા એકાઉન્ટ રાઈટર હેડ તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: ભારતી માખીજાણી