- ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન સહિતના મહાનુભાવોએ હાજરી આપી
- સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ સહિતના જાયન્ટના અન્ય ગ્રુપો દ્વારા જહેમત ઉઠાવી
કચ્છ જિલ્લામાં પ્રથમ વખત જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન વર્લ્ડ ચેરપર્સન શાઇના એન.સી., કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, વિધાનસભા ધારાસભ્ય માલતી મહેશ્વરી,ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશ પુજ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. જે અનુસંધાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ ઉપરાંત કચ્છના પ્રવાસન વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત પ્રતિનિધિઓ માટે તમામ મહત્વના સ્થળોની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જાયન્ટ ગ્રુપ ઓફ ગાંધીધામના પ્રમુખ તેજા કાનગડ, મંત્રી રામકરણ તિવારી અને ખજાનચી હરેશ માહેશ્વરી સહિત જાયન્ટના અન્ય ગ્રુપો જહેમત ઉઠાવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 10.01.2025 થી 12.01.2025 સુધી ગાંધીધામ, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય સંમેલન 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત છે. જેમાં તારીખ 11/1/2025 ના રોજ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન વર્લ્ડ ચેરપર્સન શાઇના એન.સી., કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા,ગાંધીધામ વિધાનસભા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશ પુજ સહિત માહાનુભાવો હાજરી આપી રહ્યા છે જે અનુસંધાને આજરોજ પત્રકાર પરિષદ યોજાઇ હતી. પત્રકાર પરિષદમાં જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન વર્લ્ડ એડમીન ડાયરેક્ટર વિરેન્દ્રભાઇ ઐયર, કન્વેન્શન કો-ઓર્ડીનેટર શર્મિષ્ઠાબેન શાહ અને ફેડરેશન થ્રીબી પ્રેસિડેન્ટ કેતનભાઇ રાજેસરા દ્વારા જણાવવામાં આવ્યું કે,જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન એ ભારત સ્થિત આંતરરાષ્ટ્રીય સામાજિક સેવા સંસ્થા છે જેની સ્થાપના પદ્મશ્રી સ્વર્ગીય શ્રી નાના ચુડાસમાએ 1972 માં કરી હતી. ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે, તમામ નાના શહેરોથી લઈને મેટ્રો શહેરોમાં 550 જૂથો ધરાવે છે. ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશોમાં પણ હાજરી ધરાવે છે.
જાયન્ટ ફાઉન્ડેશનની ગાંધીધામ શાખાની સ્થાપના 1998 માં કરવામાં આવી હતી. તે આ વિસ્તારના સમાજના વંચિત વર્ગોને મદદ કરવા અને મદદ કરવા માટે વિવિધ સામાજિક, શિક્ષણ અને તબીબી ક્ષેત્રોમાં સક્રિય છે. આ ફાઉન્ડેશન 1998ના સુપર સાયક્લોન અને 2001ના ધરતીકંપમાં પીડિતોની સેવા માટે રાહત શિબિરો શરૂ કરનાર સૌપ્રથમ હતું. આ ઉપરાંત જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળ દરમિયાન ઓક્સિજન સિલિન્ડરથી લઈને માસ્ક સુધીની તમામ સુવિધાઓ પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આજરોજ સમગ્ર ભારતીય તેમજ વિવિધ દેશોના પ્રતિનિધિઓ માટે કચ્છ પ્રવાસનને દર્શાવવા માટે કચ્છ જિલ્લાના પ્રવાસનું પણ આયોજન કરાયું. કચ્છના પ્રવાસન વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત પ્રતિનિધિઓ માટે તમામ મહત્વના સ્થળોની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત સંમેલન વિશે જણાવ્યું કે ગાંધીધામ ખાતેના સંમેલનમાં 1500 થી 2000 પ્રતિનિધિઓ જોડાઈ રહ્યા છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જાયન્ટ ગ્રુપ ઓફ ગાંધીધામના પ્રમુખ તેજાભાઈ કાનગડ, મંત્રી રામકરણભાઈ તિવારી અને ખજાનચી હરેશભાઈ માહેશ્વરી સહિત જાયન્ટના અન્ય ગ્રુપો જહેમત ઉઠાવી રહ્યા છે
અહેવાલ: ભારતી માખીજાણી