- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- સર્વાંગી વિકાસ તરફ દોરી જતી, અનેક લોકો માટે લાઇફ ચેન્જિંગ બની આ શિબિર
- કોઈ પણ જટિલ ક્રિયા કે આસન વગર અનુભૂતિ પ્રદાન આ શિબિર જ્ઞાતિ, જાતિ, ધર્મ કે ભાષાના ભેદ વગર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.
વર્તમાન સમયમાં આબાલ-વૃદ્ધ સહુ કોઈ તનાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે, ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા સમાધાનની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું ખૂબ આવશ્યક છે. વૈશ્વિક મંચ ગુરુતત્ત્વના વડપણ હેઠળ દર મહિને હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની વીડિયો શિબિરોનું આયોજન થતું હોય છે, જેમાં હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયના યોગી સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સરળ અને સુંદર ભાષામાં આઠ દિવસીય પ્રવચન હોય છે, જેમાં પરમાત્મા, ધર્મ, સદ્ગુરુ, અનુભૂતિ, ચક્રો-નાડી, આત્મા, મૃત્યુ, મોક્ષ વગેરે જેવા આધ્યાત્મિક ગૂઢ વિષયો પર પૂજ્ય સ્વામીજી એમની સરળ શૈલીમાં અને એમના અનુભવો પર આધારિત જ્ઞાન આપે છે તથા ધ્યાન પણ શિખવવામાં આવે છે. જીવનના સર્વાંગી વિકાસ તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય તરફ દોરી જનારી આ વીડિયો શિબિરનું આયોજન તા. 06-01-25 થી કરવામાં આવેલ છે આજે છઠ્ઠો દિવસ છે તા.૧૩/૧/૨૫ સુધી સિબીર ચાલશે સ્થળ (ડૉ. એચ.આર.ગજવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, લીલાશાહ નગર, વોર્ડ 12/સી ગાંધીધામ-કચ્છ પર સાંજે ૦૬/૦૦ થી ૦૮/૦૦ વાગ્યા સુધી
આ શિબિર માં ગાધીધામ વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપીલ કરવામાં આવી.
અહેવાલ : ભારતી માખીજાણી