- સાયબર ક્રાઇમ નિવારવા માટે નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો
- નાગરિકોમાં સાયબર ક્રાઇમ નિવારવા માટે જાગૃતિ ફેલાવવી જરૂરી
- કાર્યક્રમમાં પોલીસ, ASP, DYSP, PI સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ગાંધીધામ: વર્તમાનમાં પ્રતિદિન સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી ગાંધીધામ શહેરની જનતા સાઇબર ક્રાઇમનો ભોગ ન બને અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકા ટાઉનહોલ મધ્યે સાયબર ક્રાઇમ અવેરનેસના કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ નિવારવા માટે નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે. તેમજ નાગરિકોમાં સાયબર ક્રાઇમ નિવારવા માટે જાગૃતિ ફેલાવવી જરૂરી જણાય છે. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર,પ્રો. ASP વિકાસ યાદવ, પ્રોબેશનલ DYSP પરેશ રેણુકા,બી ડિવિઝન PI એસ.વી ગોજીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, વર્તમાનમાં પ્રતિદિન સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી ગાંધીધામ શહેરની જનતા સાઇબર ક્રાઇમ નો ભોગ ન બને અને લોકોમાં જાગૃતિ આવે તે આશય સાથે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ સાયબર ક્રાઇમ અવેરનેસના કાર્યક્રમનું આયોજન ગાંધીધામ નગરપાલિકા ટાઉનહોલ મધ્યે યોજવામાં આવ્યું હતું.
આ તકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, આજના સમયમા ડિજિટલ યુગમાં ટેકનોલોજીના વિકાસ અને તેની ઉપર આધાર તેમજ ઇન્ટરનેટના વપરાશકર્તાઓ વધતા જાય છે. ડિજીટલયુગમાં સગવડો, શોધો અને તકો વધતા તેમાં રહેલ ખામીઓનો લાભ સાયબર અપરાધીઓ લઇને વિવિધ ગુનાહિત પ્રવૃતિઓ આચરે છે. જેમાં આર્થિક ફ્રોડ, સોશિયલ મીડિયાને લગતા ફ્રોડ અને ટેકનીકલ પ્રકારના ફ્રોડ જેવા કે હેકીંગ,ડેટા ચોરી, ઇ-મેઇલ સ્પુકિંગ વિગેરેમાં ઉત્તોરત્તર વધારો જોવા મળે છે. સાયબર ક્રાઇમ નિવારવા માટે નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે. નાગરિકોમાં સાયબર ક્રાઇમ નિવારવા માટે જાગૃતિ ફેલાવવી જરૂરી જણાય છે.
આ તકે પ્રોબેશનલ ડીવાયએસપી પરેશ રેણુકાએ મીડિયા સાથેની વાતચીતમાં લોકોને સાઇબર ક્રાઇમથી બચવા અપીલ કરીને અગર કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો વહેલામાં વહેલી તકે પોલીસને જાણ કરવા જણાવ્યું હતું જેથી પોલીસને વહેલામાં વહેલી તકે વ્યવહારો ટ્રેક કરવાનો સમય મળે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930ની મદદથી તમે કોઈપણ છેતરપિંડીનો શિકાર બનવાથી બચી શકો છો.આ નંબર પર છેતરપિંડી સંબંધિત ફરિયાદ કરી શકાય છે.સાયબર ફ્રોડનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિ આ નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ નંબર પર ફરિયાદ નોંધાવે છે, ત્યારે તે ફરિયાદ સીધી સંબંધિત રાજ્યની પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે છે, એ પોલીસ પાસે કે જેના વિસ્તારમાં ફરિયાદ થઈ છે.
આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર,પ્રો. એ.એસ.પી. વિકાસ યાદવ, પ્રોબેશનલ ડીવાયએસપી પરેશ રેણુકા,બી ડિવિઝન પીઆઇ એસ.વી ગોજીયા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: ભારતી માખીજાણી