- સર્કલ બનાવવાની કામગીરી શરુ ન થતા કરાયો વિરોધ
- બહુજન આર્મી પાર્ટી સંસ્થાપક અને કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ
- સર્કલના કામ માટે માર્ગ મકાન વિભાગ અંજાર દ્વારા જારી કરાઈ હતી ટેન્ડર પ્રક્રિયા
- આઠ દિવસમાં કામ ચાલુ થઈ જવાની ખાતરી અપાઈ
ગાંધીધામ: દોઢ મહિના અગાઉ ઓસ્લો ઓવરબ્રિજની નીચે બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મૂળ સ્થાને જ સ્થાપિત કરવા અંગે કલેક્ટર સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. પ્રતિમાને મૂળ સ્થળે સ્થાપવા માટે માર્ગ મકાન દ્વારા ટેન્ડર પ્રક્રિયા જારી કરવામાં આવી હતી. સર્કલના કામ માટે માર્ગ મકાન વિભાગ અંજાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા જારી કરાઈ હતી અને આગામી 15 થી 20 દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. છતાં કામ ચાલુ ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં બહુજન આર્મી પાર્ટી સંસ્થાપક લખન ભુવા અને તેમને સમગ્ર કાર્યકર્તાઓએ ઓસ્લો બ્રિજ ખાતે ચાલુ વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. અને ચકા જામ કરી દીધો હતો. અંતે બી ડિવિઝન પોલીસ દ્વારા ચાર પાંચ ઇસમોને બી ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. તેમજ આઠ દિવસમાં કામ ચાલુ થઈ જવાની ખાતરી આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આશરે દોઢ મહિના અગાઉ ઓસ્લો ઓવરબ્રિજની નીચે બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મૂળ સ્થાને જ સ્થાપિત કરવા અંગે જિલ્લા કલેક્ટર સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને એ માટે પુલની ડિઝાઈન પણ બદલાવવામાં આવી હતી. પ્રતિમાને મૂળ સ્થળે સ્થાપવા માટે માર્ગ મકાન દ્વારા ટેન્ડર પ્રક્રિયા જારી કરવામાં આવી હતી.
સર્કલના કામ માટે માર્ગ મકાન વિભાગ અંજાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા જારી કરવામાં આવી હતી અને આગામી 15 થી 20 દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું છતાં પણ આજે દોઢ મહિના સુધી કામ ચાલુ ન કરતા ભોજન આર્મી પાર્ટી સંસ્થાપક લખન ભુવા અને તેમને સમગ્ર કાર્યકર્તાઓએ ઓસ્લો બ્રિજ ખાતે ચાલુ વાહન વ્યવહાર થંભાવી દીધો હતો અને ચકા જામ કરી દીધો હતો અંતે બી ડિવિઝન પોલીસ ચાર પાંચ ઇસમોને બી ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા અને આઠ દિવસમાં કામ ચાલુ થઈ જવાની ખાતરી આપી હતી
અહેવાલ: ભારતી માખીજાણી