ભવિષ્યમાં મોટાપાયે ઈન્ટરવ્યુનું આયોજન કરાશે: ડો.પ્રકાશ કાગડા
અમૃતલાલ માનસંગ પારેખ સરકારી લો કોલેજ ખાતે તાજેતરમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાઈ ગયા. આ પ્લેસમેન્ટમાં ૧૨ કંપનીઓએ ભાગ લીધો હતો. વિવિધ એડવોકેટ પેઢીઓ દ્વારા વિર્દ્યાીઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
એએમપી લો કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.પ્રકાશ કાગડાએ ‘અબતક’ સોની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર તેમજ ઉચ્ચ
શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ પ્રમ વખત લોના વિર્દ્યાીઓ માટે પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું.
પ્રમ વખતનું આયોજન હતું એટલે અન્ય કોલેજ સો ન જોડાતા માત્રને માત્ર એએમપી લો કોલેજ પુરતુ જ જોબફેરનું આયોજન કર્યું હતું. વધુમાં ડો.પ્રકાશે જણાવ્યું હતું કે, આફટર ગ્રેજયુએશન પછી અમારી કોલેજમાં વકિલાતનો અભ્યાસ થાય છે એટલે આફટર ગ્રેજયુએશન બાદ દરેક વિર્દ્યાીઓમાં કોઈને કોઈ પ્રકારની પોતાની આગવી સ્કીલ હોય જ છે. એટલે હાલ પુરતુ પ્રામિક રીતે નાનુ આયોજન કરાયું હતું.