મુખ્યમંત્રીએ વલસાડ અબ્રામા પ્રા.શાળામાં બાળકોનું નામાંકન કરાવ્યુ: ઉંટડી શાંતાબા વિદ્યાલયમાં ટીનકરીંગ લેબનો શુભારંભ
મુખ્યમંત્રી વલસાડ તાલુકાની ઉંટડી વિભાગ કેળવણી મંડળ તથા દેસાઇ ફાઉન્ડેશન સંચાલિત લોકવિદ્યાલય ખાતે નીતિ આયોગના સહયોગ વડે તૈયાર થયેલી ટીન્કરીંગ લેબનો શુભારંભ કરાવી, જ્ઞાનની ઉપાસના કેન્દ્રમાં બાળકોમાં રહેલી શકિતઓને નવું શોધવાની દિશામાં મળેલી તક ઝડપીને સર્જનાત્મક શકિતનો પરિચય આપવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ લેબમાં બાળકો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ પણ કર્યો હતો.
મુખ્યમંત્રીએ દેસાઇ ફાઉન્ડેશનના સહયોગ વડે સેનેટરી નેપકીન ઉત્પાદન કેન્દ્રનો પ્રારંભ કરાવી, અદ્યતન મશિનનું પણ લોકાર્પણ કર્યું હતું. બહેનોને ઘરઆંગણે રોજગારીના અવસરને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુનિયાના પડકારો ઝીલી, સુદઢ ભારત નિર્માણના ભાવી ઘડવૈયાઓ તૈયાર કરવા, વિદ્યામંદિરમાં બાળકો સાથે આત્મીયતાભર્યા વાતાવરણનું નિર્માણ કરવા શિક્ષકોને આહવાન કર્યું હતું.
વલસાડ અબ્રામા પ્રાથમિક શાળા ખાતે અબ્રામા, નવીનગરી અને સાર્વજનિક વિદ્યામંદિર ગોકુળધામના ધોરણ-૧ અને ૯ તેમજ આંગણવાડીના ૧૦૦ ઉપરાંત નાના ભુલકાંઓનું નામાંકન કરી, મુખ્યમંત્રીએ બાળકોને શુભકામના પાઠવી હતી. શિક્ષણની ગુણવત્તા વધે એ માટે ટુંક સમયમાં રાજય સરકાર નવી ઘોષણાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણ ઉચ્ચત્તમ સ્થાન મેળવે તે માટે રાજય સરકારે એક અભિયાન શરૂ કરશે. ખાનગી અને સરકાર શાળા વચ્ચે અંતર ઘટે, ગરીબ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. આવા બાળકોને સમાજ-રાષ્ટ્રના વિકાસમાં જોડવા સરકાર અને સમાજની જવાબદારી છે. રાજય સરકાર આ બીડું ટૂંક સમયમાં ઉપાડી લેશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.