- મહીનામાં બીજો દીપડો પાંજરે
- યુનિટ 8 પાસે મુકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાયો
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન યુનિટ 8, નંબર પાસે આજે બીજો દીપડો થર્મલ પાવર સ્ટેશન યુનિટ 8, માંથી 31, ડિસેમ્બરે સવારે 6 વાગે પાંજરે પુરાયો હતો. છેલ્લા ધણા સમયથી ગળતેશ્વર તાલુકાના કુણી, સાઞોલ તથા થર્મલ પ્લાન્ટ વિસ્તારમાં દીપ ડાએ હાહાકાર મચાવ્યો હતો અને ધણા બધા પશુઓના મારણ કર્યા બાદ એક દીપડો સાંગોલ ગામના સિમ વિસ્તારમાંથી ધણા સમય બાદ પાંજરે પુરાયો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા અનેક
જગ્યાએ પાંજરા મુકવામાં આવીયા હતાં અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ 1 ) ફોર્સ્ટર અમિતાબેન ઝાલા 2)પ્રદીપભાઈ ભરવાડ 3)કમલેશભાઈ ભરવાડ 4) અને સ્થાનિક એન. જી. ઓ ની ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે થર્મલ પાવર સ્ટેશન યુનિટ 8 નંબર પાસે આવેલા ઝાડી ઝાંખરામાં મુકવામાં આવેલા ૫ પાંજરામાં પુરાયો હતો ત્યારે પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને ખબર પડતાં દિપડો પાંજરે પુરાયો છે ત્યારે લોકોમાં આનંદ છવાઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. અને ફોરેસ્ટ અધિકારીઓ વિભાગના સાથે એનજીઓના કર્મચારીઓ સાથે ધટના સ્થળે પહોંચી ગયા હતા
અને પાંજરે પુરાયેલા દિપડાને પાંજરા સાથે મેનપુરા પાસે આવેલા નર્સરીમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે અહિંના સ્થાનિકો દ્વારા એવું જાણવા મળ્યું હતું. કે હજુ પણ બીજા દિપડાઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને હજુ પણ બીજા દિપડાઓ પાજરે પુરાઈ તો નવાઈ નહીં ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા અનેક જગ્યાએ હજુ પણ બીજા પાંજરા ગોઠવી રાખવામાં આવેલા છે ત્યારે બીજો દીપડો પાંજરે પુરાયો તેવા સમાચાર આજુબાજુના વિસ્તારોમાં રહેતા નાગરિકોમાં પ્રસરતા લોકોમાં વધુ આનંદ છવાઈ ગયો હતો.
અહેવાલ: દીપક ઠાકોર