ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં મંગળવારે મોડી રાત્રે એક બંધૂકધારી હુમલાખોરે ભીડવાળા બજારમાં ફાયરિંગ કરી દીધું. હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે સેન્ટ્રલ સ્ક્વેર માર્કેટમાં ક્રિસમસ શોપિંગ માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. ફ્રાન્સની કાઉન્ટર ટેરરિઝ્મ ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે.
ફ્રાન્સના ગૃહમંત્રી ક્રિસ્ટોફ કેસ્ટેનર અનુસાર, આરોપી ફાયરિંગ બાદ ભાગવામાં સફળ થઇ ગયો. તેણેપોલીસ ઉપર પણ બે વખત ફાયરિંગ કર્યું.ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ કરતાં કેસ્ટેનરેકહ્યું કે, બોર્ડર પરસુરક્ષાબળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હાલ 350 સિક્યોરિટી એજન્ટ્સ આરોપીની શોધ કરી રહ્યા છે.માર્કેટમાંથયેલાં આ હુમલા બાદ ક્રિસમસ પર તમામ માર્કેટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યોછે.