ખ્રિસ્તી ધર્મમાં નાતાલની ઉજવણી ઈશુના જન્મદિન તરીકેકરવામાં આવે છે. ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોનો ભાવિ તારણહારઈશુ)એ આ દિવસે નવા કરારની ભવિષ્યવાણીમાં જણાવ્યા મુજબ કુંવારી મેરીની કૂખે જન્મલીધો હતો. નાતાલની વાર્તા બાઇબલને આધારિત છે. આ વાર્તા અનુસાર ઈશુ ખ્રિસ્તનો જન્મમેરી અને તેનાં પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો. પ્રચલિત પરંપરા અનુસાર ઈશુનોજન્મ પાલતુ પ્રાણીઓથી ભરેલા તબેલામાં થયો હતો. “તેણીની (મેરીએ) તેને (ઈશુ)નેકપડાંઓમાં લપેટ્યો અને તેને ગમાણમાં મૂક્યો કારણ કે તેમની પાસે રહેવા માટે ઓરડીનહોતી.”
પૌરાણિક ધાર્મિક ચિત્રોમાં ઈશુના જન્મસ્થળ પાસે ગમાણ અને પ્રાણીઓબતાવવામાં આવ્યા છે. ગમાણ ગુફામાં આવેલું છે. (પરંપરાગત માન્યતા પ્રમાણે આ સ્થળબેથલહેમમાં ચર્ચ ઓફ નેટિવિટીની નીચે આવેલું છે.) બેથલહેમની આજુબાજુમાં આવેલાંખેતરોમાં કામ કરી રહેલા ભરવાડોના જણાવ્યા અનુસાર આ જન્મ પરોપકારી વ્યક્તિ દ્વારાઆપવામાં આવ્યો હતો અને બાળકને સૌપ્રથમ તેમણે જોયું હતું. ઘણા ખ્રિસ્તીઓનું માનવુંછે કે ઈશુનો જન્મ જૂના કરારમાં કરેલી તારણહારના જન્મની ભવિષ્યવાણીને સાર્થક કરેછે. ગોસ્પેલ ઓફ મેથ્યૂમાં પણ એવું વર્ણન કરવામાં આવ્યું છે કે કેટલાક સંતો અથવા તોભવિષ્યવેતાઓ તાજાં જન્મેલાં બાળક (ઈશુ)ને સોનું, લોબાન-ધૂપ અને સુગંધી દ્રવ્યોની ભેટ લઇને જોવા મળવાઆવ્યા હતા.
મુલાકાતીઓએ એમ જણાવ્યું હતું કે એક રહસ્યમય તારો કે જેને સામાન્યતઃબેથલહેમના તારા તરીકે ઓળખવામાં આવે છે તેણે યહૂદીઓના રાજાના જન્મની જાહેરાત કરીહતી. આ મુલાકાતનું સ્મરણ મેજાઇને ઈશુનો સાક્ષાત્કાર તરીકે 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે કેટલાકદેવળોમાં આ દિવસ નાતાલની મોસમની પૂર્ણાહૂતિ તરીકે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તીઓ ઘણાપ્રકારે નાતાલની ઉજવણી કરે છે. આ દિવસે દેવળોમાં હાજરી આપીને પ્રભુની ભક્તિનુંવિશેષ મહત્વ હોય છે પરંતુ તે ઉપરાંત પણ સંખ્યાબંધ ભક્તિની રીતો અને પ્રખ્યાતરીતિરિવાજો આવેલા છે. ક્રિસમસની ઉજવણી પહેલા પૂર્વીય રૂઢિગત દેવળો ઈશુના જન્મનીઅપેક્ષા સાથે 40 દિવસનો ઇશુના જન્મનાપર્વની ઉજવણી કરતાં હતા. જ્યારે પશ્ચિમી ખ્રિસ્તીઓ 4 સપ્તાહ સુધી એડ્વેન્ટ એટલે કે નાતાલ પૂર્વેના કાળનીઉજવણી કરતા હતા. નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે. નાતાલના સમયગાળાદરમિયાન લોકો તેમનાં ઘરોને સુશોભને છે અને ભેટ-સોગાદોની આપ-લે કરે છે. કેટલાકખ્રિસ્તી સમુદાયોનાં પંથોમાં બાળકો ઈશુ ખ્રિસ્તના જન્મ દ્રશ્યને નાટક સ્વરૂપે ભજવેછે અથવા તો આ જ ઘટનાને લગતા નાતાલનાં પ્રાર્થના ગીતો ગાય છે. કેટલાક ખ્રિસ્તીઓ ઈશુજન્મનાં દ્રશ્યનાં નાનાં પૂતળાં બનાવીને પોતાને ઘરે મૂકે છે. આને જન્મ દ્રશ્ય અથવાતો ખ્રિસ્ત જન્મની શિલ્પકૃતિ તરીકે ઓળખવામાં આવે છે,
જેમાં ઈશુના જન્મ સમયે હાજર રહેલાં ચાવીરૂપ પાત્રોનેદર્શાવવામાં આવે છે. ઈશુ જન્મના દ્રશ્યની જીવંત ભજવણી અને ટેબ્લોમાં તેનુંપ્રદર્શન પણ ભજવવામાં આવે છે. જેમાં સજીવ માનવી અને પ્રાણીઓનો ઉપયોગ કરીને આદ્રશ્યને વધારે જીવંત બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દ્રશ્યનાં ચિત્રો દોરીનેપણ રજૂ કરવાની પ્રથા ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે જેને નેટિવિટી ઇન આર્ટ તરીકેઓળખવામાં આવે છે. ઈશુ જન્મનાં દ્રશ્યમાં પરંપરાગત રીતે તબેલો કે ગમાણ દર્શાવવામાંઆવે છે જેની અંદર મેરી, જોસેફ, બાળ ઈશુ ખ્રિસ્ત, દેવદૂતો, ભરવાડો અને ત્રણ ડહાપણ ભરેલા પુરુષો બાલ્થાઝાર, મેલ્શિયોર અને કાસ્પરને દર્શાવવામાં આવે છે. આ ત્રણવિશે એમ માનવામાં આવે છે કે તેમણે બેથલહેમના તારાનો પીછો કર્યો હતો અને ઈશુના જન્મબાદ તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.