- ડિજિટલ દુનિયા અભિયાનને વેગવાન બનાવવા નિમિત
- 1994થી શરૂ થયેલી ક્યુઆર કોડની ઉપલબ્ધીનું આજે હર ઘર હર વ્યક્તિ સુધી વિસ્તરણ
દુનિયાની ડિજીટલ ક્રાંતિના સારથી બનેલ ક્યુઆર કોડની સફર આજે 31 વર્ષની મંજીલ કાપી ઘર ઘર પહોંચાડવામાં સફળ રહી છે. વિકાસ ક્યુઆર કોડનો અવિષ્કાર 1994માં જાપાનની ડેન્સો વેવ કંપનીના ઈજનેર મસાહિરો હારાએ કર્યો હતો. આરંભમાં તે ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે વિભિન્ન ભાગોની ટ્રેકિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
2000ના દાયકામાં સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા સાથે ક્યુઆર કોડનો વ્યાપ વધી ગયો. ક્યુઆર કોડના મુખ્ય કામગીરી છે. સામાન્ય બારકોડ કરતાં 100 ગણી વધુ માહિતી સ્ટોર કરી શકે છે. ત્રિ-આયામી માળખું હોવાને કારણે ઝડપથી સ્કેન કરી શકાય છે. ભૂલ સુધારણાની સુવિધા હોવાને કારણે હળવા નુકસાન પછી પણ વંચાય છે. ડિજિટલ પેમેન્ટ, માર્કેટિંગ, લોજિસ્ટિક્સ, તબીબી ક્ષેત્ર અને શૈક્ષણિક ઉપયોગ માટે અત્યંત ઉપયોગી.
ટેકનોલોજી અને ઉપયોગમાં ફેરફાર
2010 પછી : સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે ક્યુઆર કોડ વ્યાપક સ્વીકાર થયો.
2016-2020 : ખાસ કરીને ચીન અને ભારતમાં ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ સિસ્ટમ વિકસિત થઈ. પેટીએમ, ગુગલ પે, ફોન પે જેવા પ્લેટફોર્મ એ તેને અપનાવ્યા.
2020-2024 : કોવિડ-19 મહામારી દરમિયાન કોન્ટેક્ટલેશ પેમેન્ટ અને ડિજિટલ માહિતી વહેંચવા માટે ક્યુઆર કોડ અનિવાર્ય બની ગયો.
મસાહિરો હારાએ ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદની મુલાકાત લીધી હતી.
મસાહિરો હારા 2023 માં અમદાવાદ આવ્યા હતા અને તેમણે ક્યુઆર કોડના વિકાસ અને ભવિષ્ય વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ગુજરાતમાં ખાસ કરીને યુપીઆઇ અને ક્યુઆર કોડ આધારીત પેમેન્ટ સિસ્ટમની અગ્રગણ્ય વૃદ્ધિને તેઓએ વખાણી હતી. અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે ભારતીય ડિજિટલ ઈકોસિસ્ટમ અને મોબાઇલ પેમેન્ટ ક્ષેત્રે ભારતની ઉન્નતિને ખૂબ સરાહનીય ગણાવી હતી.
આજની સ્થિતિ અને ભવિષ્ય આજના સમયમાં ક્યુઆર કોડ માત્ર પેમેન્ટ માટે નહીં, પણ સંચાલન, મેનુ કાર્ડ, ઇ-ટિકિટ, આરોગ્ય ક્ષેત્ર અને ઓટોમેશન માટે વ્યાપકપણે વપરાય છે. ભવિષ્યમાં એઆઇ અને બ્લોકચેન સાથે તેના સંકલનથી વધુ સુરક્ષિત અને આધુનિક ઉપયોગો વિકસશે.
ક્યુઆર કોડએ માત્ર એક ટેકનોલોજીકલ શોધ નહીં પરંતુ એક ક્રાંતિકારી પગલું હતું, જે આજે દરેક ઉદ્યોગ અને લોકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. 31 વર્ષમાં તે એક સરળ બારકોડથી લઈને સ્માર્ટ ડિજિટલ ઈકોસિસ્ટમનો એક મહત્વનો હિસ્સો બની ચૂક્યું છે.