મંગળવારે આઈપીએલ ૨૦૧૮ની ૧૪મી મેચ મુંબઈ અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. મુંબઈ આ મેચ ૪૬ રનથી જીતી લીધી. આ જીતમાં કેપ્ટન રોહિતનું મહત્વનું યોગદાન આપતા ૯૪ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જોકે બીજી ઈનિંગમાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૯૨ રનની ઈનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં. આ સિઝનમાં વિરાટ કોહલીની આ સૌથી મોટી ઈનિંગ હતી. આ ઈનિંગ સાથે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.આઈપીએલ ૧૧માં કોહલીએ ચાર મેચમાં ૨૦૧ રન બનાવ્યા છે. મુંબઈ સામેની મેચ હાર્યા બાદ જ્યારે કોહલીને ઓરેન્જ કેપ આપવામાં આવે તો વિરાટે ગુસ્સામાં આવીને કેપ પહેરવાની ના પાડી દીધી. વિરાટે કહ્યું કે, હું સાચે જ આ ટોપી (ઓરેન્જ કેપ)ને પહેરવા માંગતો નથી. મુંબઈ સારું રમ્યું, તેમણે અમને કોઈ તક આપી નહી. વિરાટનો ગુસ્સો ટીમની હારને કારણે દેખાતો હતો.ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની અલગ જ મજા છે. જેમાં આઠ ટીમો ભાગ લઈ શકે છે. કયો ખેલાડી વધારે રન બનાવી શકે છે તેનું અનુમાન લગાવી શકાય છે પરંતુ તે સાચું પડે તેવું જરૂરી નથી. પહેલી જ મેચથી ખેલાડીઓ વચ્ચે ઓરેન્જ કેપ માટે કોમ્પિટિશન જોવા મળે છે. ટુર્નામેન્ટ દરમિયાન જે ખેલાડી પાસે વધારે રન હોય તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આ કેપ દરેક મેચ બાદ અલગ અલગ ખેલાડી પાસે જાય છે. જે ખેલાડી સૌથી વધારે રન બનાવે છે તેમને ઓરેન્જ કેપનો એવોર્ડ ફાઈનલ મેચમાં આપવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com