- પોરબંદરના એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર થયું ક્રેશ
- હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ જવાનોના મો*ત
- જવાનોના મૃત*દેહોને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા
પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ સામે આવ્યા છે. તેમજ કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ ઘટનામાં ત્રણ લોકો મૃ*ત્યુ પામી ગયા છે. ઘટનાની જાણકારી મળતાં જ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આગ પણ ભડકી હતી. જેને ઓલવવાની તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
દુર્ઘટના બપોરના સમયે બની
પોરબંદર એરપોર્ટ પર આજે લગભગ 12.30 વાગ્યાના સુમારે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી. હાલ ત્રણ જવાનોના મો*ત થયા છે. તેમજ પોર્ટબ્લેન્ડર નેશનલ હાઈવે ઉપર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે.
કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મો*ત થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયુ હોઇ શકે છે. આ સાથે જ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી છે. બે મહિના પહેલા પણ પોરબંદરમાં જ માધવપુર પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવતા ચકચાક મચી છે.
પોર્ટબ્લેન્ડર નેશનલ હાઈવે ઉપર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે અને આજે લગભગ 12:30 ના અરસામાં અચાનક જ પ્લેન હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ અને લગભગ ત્રણથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા હતા.
આ હેલિકોપ્ટર ક્રેશ થતા જ ત્યાં સળગી ગયું છે. અત્યારે રેસ્ક્યુ અને બચાવની કામગીરી ચાલુ છે. તમામ એજન્સીઓ પોલીસની અને SOG સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર આવી ગઈ છે અને અંદર સંપૂર્ણપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. SP સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચી ગયો છે.
એરપોર્ટ ક્યાં આ હેલિકોપ્ટર ક્યાંથી જતું હતું કે ક્યાં આવતું હતું એ હજુ સંપૂર્ણ જાણકારી નથી મળી. પરંતુ આ હેલિકોપ્ટર છે તે માત્ર અત્યારે અહીં લેન્ડ થયું હોવાની જાણકારી મળી રહી છે અને લેન્ડ થતાં સમયે જ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક ધોરણે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોય તેના કારણે જ ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. હવે બ્લેક બોક્સની તપાસ કર્યા બાદ અને એફએસએલની ટીમ તપાસ બાદ સંપૂર્ણ માહિતી બહાર આવી શકે તેમ છે. અત્યારે એરપોર્ટની અંદર તમામ એજન્સીઓ જઈ અને ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ આવી ગઈ છે. ફાયર ફાઇટરથી આગને કંટ્રોલ કરવાની તૈયારી ચાલી રહી છે.