તમામ નવા કામોની દરખાસ્ત પણ ડીએમસી મારફત જ કરવાની રહેશે
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ આજે મહાપાલિકાના ત્રણેય નાયબ મ્યુ.કમિશનરોને શાખાઓની કામગીરીની ફાળવણી કરવાનો હુકમ કર્યો છે.
સેન્ટ્રલ ઝોન કચેરીના ડીએમસી સી.કે.નંદાણીને હિસાબી શાખા, કોમ્પ્યુટર વિભાગ, પુસ્તકાલય વિભાગ, ચુંટણી, જાતી આધારીત વસ્તી ગણતરી વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, પ્રોજેકટ શાખા, સ્નાનાગાર વિભાગ અને રેસકોર્ષ સંકુલ તથા પ્લેનેટોરીયમની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે પી.પી.વ્યાસ નિવૃત થતા તેઓની જગ્યાએ રાજય સરકાર દ્વારા અ‚ણ મહેશ બાબુની પ્રતિનિયુકતીના ધોરણે મહાપાલિકાના ડીએમસી તરીકે નિમણુક કરવામાં આવી છે. જેઓને ઈસ્ટ ઝોન કચેરીનો હવાલો સોંપવામાં આવ્યો છે અને સેન્ટ્રલ વર્કશોપ આરોગ્ય શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા, પ્રાણી સંગ્રહાલય શાખા, એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ, સ્માર્ટ સીટી, અમૃત યોજના, એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. તથા બગીચા શાખાનો હવાલો સોંપવામાં આવ્યો છે અને વેસ્ટ ઝોન કચેરીના ડીએમસી આર.જે.હાલાણીને સામાન્ય વહિવટી વિભાગ, લીગલ શાખા, વિજીલન્સ અને સુરક્ષા વિભાગ, સેન્ટ્રલ સ્ટોર વિભાગ, સોફટ એન્ડ એસ્ટા તથા વ્યવસાય વેરા વિભાગ, મહકમ શાખા, આર.ટી.આઈ વિભાગ, મધ્યાહન ભોજન વિભાગ, આવાસ યોજના, વેરા વસુલાત વિભાગ અને શાળા બોર્ડ તથા હાઈસ્કૂલ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ કરેલા આદેશ મુજબ ત્રણેય ઝોનલ કચેરીને એડીશ્નલ સીટી ઈજનેરોએ તેઓની કામગીરીને રીપોર્ટીંગ ઝોનના નાયબ કમિશનરને કરવાની રહેશે. આ ઉપરાંત તમામ નવા કામોની દરખાસ્ત પણ નાયબ કમિશનર મારફત દ્વારા જ કરવાની રહેશે. મુળભુત માળખાકીય સેવાઓની નિભાવ અને મરામત અંગેની તમામ કામગીરીનું સંચાલન, નિયંત્રણ, લગત ઝોન કચેરીએ કરાવવામાં આવશે