- પોલીસે ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો
- પોલીસે કુલ 3,52,800ના મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરને ઝડપ્યા
- પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 327, ફોન અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
થર્ટી ફર્સ્ટની ઉજવણી અંતર્ગત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે. ત્યારે કેશોદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ બે જગ્યા પરથી ગેરકાયદેસર ઇંગલિશ દારૂના જથ્થા સાથે 3 બુટલેગરોની ધરપકડ કરી છે. જેમાં કેશોદ પોલીસે કુલ 3,43,600 ના મુદ્દામાલ સાથે ઉત્સવપરી વિજયપરી ગોસ્વામી બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ કેસમાં પ્રફુલ તન્ના નામના સપ્લાયરનું નામ પણ ખુલતા પોલીસે સપ્લાયરને પકડવા તજ હાથ ધરી છે. તેમજ પકડાયેલ આરોપી ઉત્સવ પરી ગોસ્વામી લો-કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
હાલ જ્યારે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા યુવા ધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે ત્યારે આ નશાનો કાળો બહાર કરતા ઈસમોને પકડવા જુનાગઢ જિલ્લા તેમજ શહેરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હવે પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર યુવા ધન પણ ગેરકાયદેસર રીતે પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવી રહ્યા છે. ત્યારે આવો જ નશાનો કાળો કારોબાર કરતા અને લો કોલેજમાં અભ્યાસ કરતા 26 વર્ષીય ઉત્સવપરી વિજય પરી ગોસ્વામીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
કેશોદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ બે જગ્યા પર થી ગેરકાયદેસર ઇંગલિશ દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરી છે.જેમાં કેશોદ પોલીસે કેશોદના ચાંદીગઢ પાટિયા નજીક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 92 કિંમત રૂપિયા 9,200 સાથે વિશાલ માલદેભાઈ દાસા અને લઘુ ખીમાભાઈ કોડીયાતર નામના બે બુટલગરોને ઝડપી પાડ્યા છે. તેમજ લો કોલેજમાં અભ્યાસ કરતા ઉત્સવપરી વિજય પરી ગોસ્વામીને કેશોદના આંબાવાડી રચના એપાર્ટમેન્ટ પાર્કિગમાં રાખેલી કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 327, મોબાઈલ ફોન,કાર મળી 3,43,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને લઈ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે. ત્યારે કેશોદ પોલીસ દ્વારા બે દારૂના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં વિશાલ માલદે દાસા અને લખુ ખીમાભાઈ કોડીયાતર ના કબજા માંથી દારૂ ઝડપી આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને બુટલેગર પાસેથી 92 નંગ કિં રૂ.9200 ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. જેમાં ઉત્તમ વિજય ગોસ્વામી નામના સપ્લાયર નામ ખુલ્યું છે.
જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.ચાંદીગઢ પાટીયા પાસેથી રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા જે દારૂની રેડ કરવામાં આવી હતી તેના બુટલેગર વિશાલ દાસા ઉંમર વર્ષ 25 અને લખું ખીમા કોડિયાતર ઉંમર વર્ષ 19 વર્ષનો છે. જ્યારે બીજા દારૂના ગુનામાં કેશોદના આંબાવાડી વિસ્તારમાં એક કારની સીટમાં તુરખાનું બનાવી બુટલેગરોએ દારૂ સંતાડ્યો હતો. જે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 27 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો,મોબાઈલ ફોન,કાર મળી કુલ 3,43,600 નો મુદ્દામાલ સાથે ઉત્સવપરી વિજયપરી ગોસ્વામી ઉંમર 26 વર્ષ બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પ્રફુલ લલિત તન્ના નામના સપ્લાયર નું નામ પણ ખુલતા પોલીસે સપ્લાયર ને પકડવા તજ હાથ ધરી છે.કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઉત્સવ ગોસ્વામી અગાઉ પણ બે વખત દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. પકડાયેલ આરોપી ઉત્સવ પરી ગોસ્વામી લો કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
પોલીસે યુવા ધનને ખાસ અપીલ કરવામાં આવે છે કે હાલ જે યુવાનો અભ્યાસ કરી રહ્યા છે. તેને પોતાના અભ્યાસ કે વ્યવસાયમાં ધ્યાન આપવો જોઈએ. આવા દારૂ જુગારના ગુનોની પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ. આ ગુનાના કાળા કારોબારમાં યુવાનોનું ભવિષ્ય નથી. ત્યારે યુવાનોએ આ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને પોતાના તેમજ પરિવારની ચિંતા કરવી જોઈએ તેમ પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
અહેવાલ: જય વિરાણી