- 350 કરતાં વધારે સ્પર્ધકો અને 35 કરતાં વધારે સંસ્થાએ લીધો ભાગ
- નાયબ નિયામક પી.ડી.સરવૈયાના અધ્યક્ષસ્થાને કરાયું આયોજન
કેશોદ: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું છે. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢના પી.ડી.સરવૈયાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 350 કરતાં વધારે સ્પર્ધકો અને 35 કરતાં વધારે સંસ્થાએ ભાગ લઈ તાલુકાકક્ષાની 14 કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં ઉપસ્થિત તમામ કલાકારોને નાયબ નિયામક પી.ડી.સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, મામલતદાર સહીત અધિકારી,પદાધિકારી,સ્પર્ધકો, વાલીગણ, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢના પી.ડી.સરવૈયાના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું.સ્પર્ધા પૂર્વે કેશોદના ધારાસભ્ય દેવા માલમ,નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા,મામલતદાર એસ.આર.મહેતાએ સૌ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્ય બી.એસ.ભાવસારે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કન્વીનર ડૉ.હમીરસિંહ વાળાએ આ સ્પર્ધા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા શહેર પ્રમુખ હિરેન ભોરાણીયા,પૂર્વ પ્રમુખ પ્રવીણ ભાલારા,પ્રોફેસર પી.એસ.ગજેરા ,પ્રિન્સિપાલ જ્યોતિ,વિવેક કોટડીયા,અશ્વિન કુંભાણી,મિતુલ ડાંગર,અશોક નાથજી,બી.આર.સી. ભરત નંદાણીયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એ.કે.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
કેશોદ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં 350 કરતાં વધારે સ્પર્ધકો અને 35 કરતાં વધારે સંસ્થાએ ભાગ લઈ તાલુકાકક્ષાની 14 કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડોક્ટર ભુપેન્દ્ર જોશી સાથે આર.પી.સોલંકી, ડૉ. ઉષા લાડાણી, સુભાષ વાળા, તૃપ્તિબેન જોશી, એચ.પી.ગોસ્વામી,ભાવેશ ઝાલા, જે.એસ.ભારવાડીયા, એચ.એન.બારડ, એમ.ડી.દાહીમા, એચ.એસ.મુછાળ, વિજયસિંહ વાળા અને અજય ઠાકોરે બજાવી હતી.
સ્પર્ધામાં ઉપસ્થિત તમામ કલાકારોને નાયબ નિયામક પી.ડી.સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી અને સુંદર આયોજન માટે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત અધિકારી,પદાધિકારી,સ્પર્ધકો, વાલીગણ સૌના આભાર સાથે સ્પર્ધાના પ્રથમ વિજેતા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને કેશોદ તાલુકાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અહેવાલ: જય વિરાણી