કુકાવાના વડીયા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 4 વ્યક્તિઓ એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન 4 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાતા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. તેમજ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત વધુ કેટલાક આરોપીઓ હોવાની પોલીસને શંકા થઈ રહી છે, ત્યારે પોલીસ તપાસમાં વધુ કેટલાક નામો ખુલી શકે છે.
અમરેલી જિલ્લામાં મોડી રાતે વડીયા પોલીસ સ્ટેશનમા સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય તે પ્રમાણે 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી આરોપીઓ દ્વારા ગુન્હાહીત કાવતરું રચી લગ્નની લાલચ આપી બળજબરી પૂર્વક આરોપીઓ દ્વારા સુવડાવી બચકા ભરી માથાના વાળ પકડી આપી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી શરીર પર અડપલા કરી તમામ આરોપીઓ સામુહિક બળાત્કાર કરી બળજબરી પૂર્વક નિર્વસ્ત્ર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સામુહિક દુષ્કર્મ કરી ગુન્હાને અંજામ આપતા ખળભળાટ મચી ગયો છે હાલ વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.સમગ્ર મામલે હાલ 2 આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી પૂછ પરછ કરી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સામુહિક દુષ્કર્મ જેવી ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં હવસખોરો સામે પણ લોકોમાં નારાજગી ફેલાય હતી જોકે પોલીસએ આ ઘટનામાં હાલ 2 આરોપીની ધરપકડ કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.વધુ કેટલાક આરોપીઓ હોવાની પોલીસને શંકા જય રહી છે પોલીસ તપાસમાં વધુ કેટલાક નામો પોલીસ તપાસ દરમ્યાન ખુલી શકે છે.
અહેવાલ: પરેશ પરમાર