- એલસીબીએ 21.76 લાખની માલમતા સાથે બે તસ્કરોને ઝડપી લીધા: મહિલાની શોધખોળ
જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલી બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા 21.76 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે મહિલા આરોપીની શોધ ખોળ હાથ કરી છે.કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણીના રહેણાક મકાનના ગત સપ્તાહે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ સોના,ચાંદીના દાગીના રોકડ રૂપીયાની ચોરીનો બનાવ બનવા પામેલ હતો. જેથી સદરહુ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ના પી.આઈ. વી. એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ,ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલી કે, નાની વાવડીમા ગામમા ઘરફોડ ચોરી કરવામા જીવણભાઇ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા (રહે.ધ્રોલ ટાઉન,લતિપુર રોડ દેવીપુજક વાસ) બન્નેએ અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે.
તેવી હકિકત આધારે બન્ને ને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપ્યા છે.તેઓ પાસેથી સોના દાગીના 324 ગ્રામ 350 મીલી ગ્રામ કિ.રૂ 19,90,500 , ચાંદીના દાગીના 366 ગ્રામ કિ.રૂ 19,000, રોકડ રૂપીયા 82,000, મોબાઇલ ફોન-1 કિ.રૂ 5,000 સહિત કુલ 21.76 લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે.
ભિક્ષાવૃત્તિ કરવાના વેશમાં ગામમાં પ્રવેશીને રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા
બંને તસ્કરો અન્ય મહિલા રમાબેન વાઘેલા સાથે ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા, અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે.આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત ધ્રોલના દેવીપુજક વાસમાં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાને ફરારી જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે. તેઓએ જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.