- જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ
- પાટીદારોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પાઠવ્યું
કાલાવડ: અમરેલી જિલ્લાના લેટરકાંડના બનાવમાં પાટીદાર સમાજની દીકરીની રાત્રીના સમયે પોલીસે ધરપકડ કરી સરઘસ કાઢવા બાબતે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પાટીદાર સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. તેમજ જવાબદાર પોલીસ અધીકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ કાર્યક્રમમાં શહેર અને તાલુકાના પાટીદારોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર આક્રોશ સાથે આવેદન પાઠવ્યુ હતું.
અમરેલી જિલ્લા ના વીઠલપૂર ગામની એક પાટીદાર દીકરી ને રાત્રે 12:00 વાગ્યે કોઈપણ પૂર્વ મંજૂરી વગર ધરપકડ કરી બીજે દિવસે જાહેરમાં સરઘસ કાઢવાની ઘટના સંદર્ભે આક્રોશ વ્યકત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કાલાવડ શહેર અને તાલુકા ના પાટીદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના લેટરકાંડના બનાવમાં પાટીદાર સમાજની દીકરીની રાત્રીના સમયે પોલીસે ધરપકડ કરી રિકનસ્ટ્રકશન કરાવવાનો બનાવના કાલાવડમાં પડઘા પડયા છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પાટીદાર સમાજે મામલતદારને આવેદન પત્ર પાઠવી જવાબદાર પોલીસ અધીકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે મામલે કિશોર કાનપરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
જેમાં પાટીદાર સમાજની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસે બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આરોપીઓનું સરઘસ કાઢયું હતું, જેમાં પાટીદાર યુવતી પણ સામેલ હતી. આ યુવતી પાટીદાર સમાજની હોવાથી હવે પાટીદાર નેતાઓ તેમજ ખોડલધામના ટ્રસ્ટીઓ પણ મેદાનમાં ઉતર્યા છે અને પાટીદાર સમાજની દીકરી નિર્દોષ હોવાનું જણાવ્યું છે. ત્યારે આ બનાવના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ બનાવમાં જવાબદાર દોષીત પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. કાલાવડ શહેર અને તાલુકા ના પાટીદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર આક્રોશ સાથે આવેદન પાઠવ્યુ હતું.
અહેવાલ: રાજુ રામોલિયા