ડાંગ જિલ્લાના ખેડૂતોને લેભાગુ એનજીઓ રોબો યુનિવર્સલના મહિલા સંચાલક ભાવેશ્રી દાવડાની ધરપકડ
ડાંગ જિલ્લાનાં ખેડૂતોને કરોડોની સહાય આપવાની લાલચ આપી તંત્ર પાસેથી સરકારી રૃમ વાપરવા લીધા બાદ ડાંગના ખેડૂતોને કોઇ સહાય ન આપતા ડાંગ કલેકટરને એન.જી.ઓ. છેતરપિંડી કરી રહ્યાનું માલુમ પડતા ખેતીવાડી અધિકારીને સૂચના આપી પોલીસ ફરિયાદ કરાવતા ગુરૃવારે ત્રણ જિલ્લાની સંયુક્ત પોલીસની ટીમોએ લેભાગુ એન.જી.ઓ.ના મહિલા સંચાલકની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રોબો યુનિવર્સલ કંપની દુબઇ એન.જી.ઓ.નાં એમ.ડી. અંકિત મહેતા તથા ડિરેકટર ભાવેશ્રી દાવડાએ ગત ૧૬-૦૫-૨૦૧૭ના રોજ ડાંગ જિલ્લાનાં ખેતીવાડી અધિકારી સાથે મિટીંગ કરી તેઓ ડાંગ જિલ્લામાં રૃ. ૨૫ કરોડનાં સી.એસ.આર. ફંડમાંથી વિવિધ યોજનાઓ માટે સહાય આપવાનું જણાવી કંપનીના કર્મચારીઓ માટે સરકારી કચેરીનાં રૃમની માંગણી કરતા ખેતીવાડી કચેરી દ્વારા કલેકટરના મૌખિક સુચનાના આધારે કોઇ લખાણ કે કરાર વગર એક રૃમ ટેબલ ખુરશી સાથે વાપરવા આપ્યો હતો, ત્યારબાદ ખેતીવાડી અધિકારીને ધ્યાનમાં આવ્યું હતું કે, આ એન.જી.ઓ. દ્વારા તેમને અગાઉ બતાવેલ ડાંગના ખેડૂતોનાં વિકાસનું કોઇ કામ થઇ રહ્યું નથી.
તેમજ બિનજરૃરી કોઇપણ હેતુસર તેઓ ફાળવેલ રૃમ સરકારી કચેરીના સરનામાનો દુરુપયોગ કરી રહ્યાં હોવાનું જણાયું હતું, તેમજ આ કંપનીદ્વારા પાતળી મંડળીને ટ્રેકટર અને અન્ય ઓજારો ન આપી રૃપિયા પરત કરી દેતા તેઓની વિવિધ પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઇ હતી, તેમજ તેઓ લોકો સાથે છેતરપિંડી કરશે તેવી પ્રવૃત્તિ ધ્યાન પર આવતા કલેકટરનું ધ્યાન દોરી કંપનીનું અસ્તિત્વ છે કે નહીં તેની તપાસ કરવા ખેતી નિયામક ગાંધીનગરને તા. ૦૧-૦૫-૨૦૧૮ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આ એન.જી.ઓ.નો માણસ તા. ૨૯-૦૫-૨૦૧૮ના રોજ તેમને ફાળવેલ રૃમમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરાવવા લાગતા ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક (તાલીમ) મહેશભાઇ માધુભાઇ પટેલને ધ્યાને આવતા તેમણે કેમેરા ફીટ કરવાની ના પાડી હતી.
અહીં કલેકટર રૃમમાં કંપનીના કોઇપણ માણસને પ્રવેશ કરવાની ના પાડી હોવા છતાં કોના હુકમથી કચેરીનાં રૃમમાં પ્રવેશ કરો છો, તેવું કહેવા છતાંયે સીસીટીવી કેમેરા ફીટ કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને કંપનીના કર્મચારી કૃણાલ સોલંકીએ મહેશ પટેલને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.
મહેશ પટેલે પોલીસ બોલાવવાની વાત કરતા કૃણાલ સોલંકીએ લગાવેલ સીસીટીવી કેમેરા કાઢી લઇ ગયો હતો, જેની મહેશભાઇ પટેલે રોબા યુનિવર્સલ કંપનીના સંચાલકો અંકિત મહેતા, ભાવેશ્રી દાવડા અને કૃણાલ સોલંકી વિરૃદ્ધ સરકારી કચેરીનો ગેરકાયદેસર રીતે ઓફિસ મેળવી છેતરપિંડી કરવાનો ગુનો આહવા પોલીસ મથકે નોંધાવ્યો હતો, આહવા પોલીસે કંપનીના સંચાલકો વિરૃદ્ધ ગુનો નોંધી કંપનીના મહિલા સંચાલક ભાવેશ્રી દાવડાની ત્રણ જિલ્લાનાં સંયુક્ત ઓપરેશનથી નવસારીથી ધરપકડ કરી હતી, તે દરમ્યાન ભાવેશ્રી દાવડાએ વલસાડ, નવસારી અને ડાંગના સનદી અધિકારીઓ અને રાજકીય નેતાઓને મોટી રકમો આપી હોવાનો આક્ષેપ કરતો વિડીયો ક્લીપ સોશ્યલ મીડિયામાં ફરતો થતાં દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી.
રોબો યુનિવર્સલ કંપની દ્વારા ખેડૂતોને અપાયેલી લોભામણી જાહેરાત (૧) સ્ટ્રોબેરીની ખેતી કરવા ૯૦ ખેડૂત લાભાર્થીઓને રોપા આપવાના, (૨) ખેતીવાડીમાંથી ૧૭ ખેડૂતોન પંપ સેટ આપવાના, (૩) બાગાયત વિભાગ ડાંગમાંથી ખેડૂતોને ડુંગળીના શેડ બનાવવા, (૪) પશુપાલન ખાતામાંથી ૨૩ પશુપાલકોને ચાપ કટર આપવાના, (૫) પશુપાલકોને મિલકિંગ મશીન આપવાનું, (૬) દૂધ ઘર બનાવવાનું, (૭) લાભાર્થીને પ્રોસેસીંગ યુનિટ બનાવવું, (૮) નડગખાદી …