- ધોરણ 9ની કન્યાઓને સાયકલ વિતરણ અને ICT કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું
- કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલીકાના પ્રમુખ સહિતના અગ્રણીઓના હસ્તે કરાયું
ઓખા નગરપાલિકા સંચાલિત ગ્રામ પંચાયત હાઈસ્કુલ વિભાગમાં “સરસ્વતી સાધના યોજના” હેઠળ ધોરણ 9ની કન્યાઓને સાયકલ વિતરણ અને ICT કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન તથા જ્ઞાનકુંજ યોજના હેઠળ શિક્ષકો માટે લેપટોપ તથા તમામ વર્ગો માટે સ્માર્ટ બોર્ડના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ કન્યાઓને સાયકલ નું વિતરણ કરવામાં આવ્યું અને. સાથે સાથે શાળામાં નવું બનેલું ICT કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલીકાના પ્રમુખ તથા ભાજપ પ્રમુખ, સહિતના અગ્રણીઓ હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય,શિક્ષક તથા શાળા સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને ખુબ જ સરસ રીતે સફળ બનાવવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, ઓખા નગરપાલિકા સંચાલિત ગ્રામ પંચાયત હાઈસ્કુલ વિભાગ માં “સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની કન્યાઓને સાયકલ વિતરણ અને ICT કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન તથા જ્ઞાંનકુંજ યોજના હેઠળ શિક્ષકો માટે લેપટોપ તાથા તમામ વર્ગો માટે સ્માર્ટ બોર્ડ ના ઉદઘાટન નો એક ભવ્ય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ કન્યાઓને સાયકલ નું વિતરણ કરવામાં આવ્યું અને. સાથે સાથે શાળામાં નવું બનેલું ICT કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓખા નગરપાલીકાના પ્રમુખ રાજુ કોટક તથા ઓખા શહેર ભાજપ પ્રમુખ મોહન બારાઈ ઓખા નગરપાલીકાના સેનેટરી ઇન્સ્પેકટર રાજેશ માણેક તથા પાલિકા શિક્ષણ મંત્રી સાવિત્રી રામાવત ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અનિલના હસ્તે કરવામાં આવ્યું હતું, ધોરણ 12 અભ્યાસ કરતી કુમારી ગુલજાર નાઝમીને PM મોદીના ગુજરાત વિષે આગવી શૈલી વક્તવ્ય આપી પોતાની વાગછટા થી આ કાર્યક્રમ ને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો. શાળાના આચાર્યા મિનાક્ષી મેણાત દ્વારા તમામ ઉપસ્થિત રહેનાર મહાનુભાવો તથાં વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યા મિનાક્ષી મેણાત તથા શિક્ષક કુલદીપ હદવાણી તથા શાળા સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ખુબ જ સરસ રીતે સફળ બનાવવા માં આવ્યો હતો.
અહેવાલ: હરેશ ગોકાણી