જેએમજે ગ્રુપના એમ.ડી મયુરઘ્વજસિંહ જાડેજાની રિયલ એસ્ટેટ, સોલાર પાવર પ્રોજેકટ અને લોજીસ્ટિક સેકટર અંગે ‘અબતક ’સાથે વિશેષ ચર્ચા
રાજકોટ આવતા દસ વર્ષમાં મુંબઈની સાઈડ કાપશે: સૌરાષ્ટ્રની ગરીબ પ્રજાને એઇમ્સથી ખુબજ ફાયદો થશે:સોલાર પાવરમાં હજુ ઘણું કરવાનું બાકી
૨૦ વર્ષથી શિક્ષણમાં વધારો કર્યો હવે દેશી-વિદેશી ટેકનોલોજી યુવાનો અપનાવવા લાગ્યા મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્ટેમ્પડ્યુટી અને જીએસટી સહિતના કરવેરા ઘટાડાય તો ફાયદો થાય
એઈમ્સના આવવાથી આસપાસના વિસ્તારને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના નવા નવા પ્રોજેક્ટ મળશે. નવી ટીપી સ્કીમ આવશે. ઘંટેશ્વર, પરાપીપળીયા અને માધાપર સહિતના વિસ્તારોમાં નવા નવા પ્રોજેક્ટ સ્થપાશે. એમ્સના કારણે ગરીબ પ્રજાને સોએ સો ટકા ફાયદો થશે તેવું જે.એમ.જે. ગ્રુપનાં મયુરઘ્વજસિંહ જાડેજાએ અબતકની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
વધુમાં જણાવાયું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણમાં ભરપૂર વધારો થયો છે લોકો ઇનોવેશન તરફ વળ્યા છે. દેશ-વિદેશની ટેકનોલોજીને યુવાનો અપનાવે છે ઇનોવેશનથી દરેક ક્ષેત્રે ફાયદો થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે આગામી ૨૦ વર્ષ બાદ રાજકોટ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ મુંબઈની સાઇડ પણ કાપશે મુખ્યમંત્રી રૂપાણી સંવેદનશીલ નિર્ણય રહ્યા છે સૌરાષ્ટ્રની પ્રજા સાહસિક . તેમણે યુવાનોને સંદેશ આપ્યો હતો કે, રિયલ એસ્ટેટમાં આગળ વધુ હોય તો તકનીક કમી નથી સવાસો કરોડ આ લોકો છે હજુ ઘણી તક છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કરવી જોઈએ નહીં. તેમણે પીપીપી યોજના અંગે કહ્યું હતું કે પીપીપી યોજના નો ઉપયોગ પ્રાઈવેટમાં પણ થાય તે જરૂરી છે સરકારનું શહેરીકરણનું સ્વપ્ન છે. જો સુવિધાઓ આપી હોય તો રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં પણ પીપીપી ધોરણે આગળ વધવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે જેમ મહારાષ્ટ્ર સ્ટેમ્પ ડ્યુટી માં રાહત આપવામાં આવી છે તેમ ગુજરાતમાં પણ રાહત આપવામાં આવે ૪૦ લાગતી નીચેના મકાનોમાં ડ્યુટી અને જીએસટી સહિતના કરવેરામાં રાહત આપવી જોઈએ. સોલાર પાવર અંગે તેમણે જણાવ્યું હતું કે સોલર પાવર પોલીસી ખૂબ જ અગત્યની સાબિત થશે મુંબઈ ખાતે નિર્માણાધીન પ્રોજેક્ટમાં સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોલાર ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે ચીનની પેનલોની ગુણવત્તા જેવી ગુણવત્તામાં સ્થાનિક કક્ષાએ મળતી નથી.
સમાજમાંથી મેળવી સમાજને પરત કરવું તે એક દેશ સેવા જ છે. કોવિડ કાળમાં પણ એક સેવાના ભાગરુપે રાજકોટ સ્થિત જે.એમ.જે. ગ્રુપના એમ.ડી. મયુરઘ્વજસિંહ જાડેજા એ જે કાર્ય કરી બતાવ્યું તેના માટે તાજેતરમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમને એવોર્ડ આપી નવાજયા હતા.
કોરોના કાળમાં જયારે દરેકના વ્યવસાયને નાણાકિય રીતે, ઉત્પાદનની રીતે કે મજુરીના અભાવની રીતે જે માઠી અસર પહોંચી ત્યારે લોકોએ તેમના કામદારોને છુટા કર્યા અથવા પગારમાં કાપ મૂકયો હતો. તેવા કપરા સમયે જે.એમ.જે. ગ્રુપના મુરઘ્વજસિંહ જાડેજાએ તેમના ૧પ૦ જેટલા કામદારોને પુરો પગાર ચુકવ્યો, કોઇને નોકરીમાંથી છુટા પણ ન કર્યા એટલું જ નહી ૨૫૦૦૦ જેટલા મજુર વર્ગ માટે બે મહિના સુધી અન્ન ક્ષેત્ર ચલાવી તેમની આંતરડી ઠારી
વધુમાં મયુરઘ્વજસિંહ જાડેજા દ્વારા સોલાર ક્ષેત્રે ઇનોવેશનને લઇને અદ્યતન કામગીરી કોવિડ સમય દરમિયાન પણ કરી તાવી જેએમજે ગ્રુપ દ્વારા ઇનોવેશન એમએમએમઇ ફોર સોલાર પાવર પ્રોજેકટ કર્યા તેની સમગ્ર ભારતમાં નોંધ લેવાઇ, આ બન્ને સિઘ્ધિને બીરદાવવા
અમદાવાદ ખાતે આયોજીત સમારંભમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મયુરઘ્વજસિંહ જાડેજાને ગુજરાત ટાઇલ્સ આઇકોન એવોડ- ૨૦૨૦ આપી સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે ઓડાના ચેરમેન ધર્મેન્દ્રભાઇ પટેલ પણ ઉ૫સ્થિત રહ્યા હતા.