પ્રારંભે એઇડ્સ અને હાલમાં કોરોના વિશે દેશ-વિદેશની પ્રતિક્રિયામાં ઘણી સમાનતા જોવા મળે છે. એચ.આઇ.વી. દર વર્ષે ૧.૫ મિલિયન લોકોને ચેપ લગાડે છે. કોવિડ-૧૯નો તાત્કાલીક ભય પણ એક બે વર્ષથી વધુ નહી ટકી શકે. પરંતુ તેની અસર આરોગ્ય પ્રણાલીઓ અને અર્થ વ્યવસ્થા પર એઇડ્સ કરતા વધુ ગહન અસર કરશે.
કોરોના વાયરસના નવા તાણથી સર્જાયેલી વૈશ્ર્વિક ઉથલપથલ યાદ અપાવે છે કે રોગો હમેંશા જાહેર આરોગ્ય માટે જોખમી હોય છે. બે દાયકા પહેલા એઇડ્સના જીવલેણ પ્રસારણ આપણે સૌએ જોયું છે. આજે પણ એઇડ્સ કેન્સર, ડાયાબિટીસ, ડેંગ્યુ, મેલેરીયા જેવા ઘણા રોગોની કોઇ ચોકકસ રસી નથી શોધાય છતાં પણ આપણે સહજતાથી તેનો સામનો કરી રહ્યા છીએ ને તેની તકેદારી રાખી રહ્યા છીએ.
અત્યારે કોરોના સંકટમાં જેરી તે વૈશ્ર્વિક લેવલે મેડિકલ શોધ સંશોધનોમાં સૌ હાઇરત થયા છે તેમ ૧૯૮૧માં પણ યુનાઇટેડ નેશનલ સિસ્ટમની સહાયથી વિવિધ પ્રક્યિા વિકસા દવામાં આવી હતી. ૧૯૮૬માં ભારતમાં પ્રથમ કેસ નોંધાયા બાદ ૨૦ વર્ષ પછી ભારતમાં એક લાખથી પણ ઓછા સંકયણો નોધાયા હતા. ૧૯૯૮માં સર્વે હાથ ધરાયોને ૩૦ મિલિગન ચેપનો અંદાજ મળ્યો હતો. પણ ભારત સરકારે ૧૯૯૯થી સઘન પ્રયાસો કરીને અત્યારે એઇડ્સ સાથે જીવતાં લોકો લાંબુને તંદુરસ્ત જીવન જીવી શકે તેવો જન સમુદાયમાં વિશ્ર્વાસ પેદા કરી દીધો.
અગામી ૧૦ વર્ષમાં પ્રમાણ ૫૬%નીચે લવાયુ ને મૃત્યુ દર ઘટાડવામાં આવ્યો. તેની સારવાર કાર્યક્રમમાં પણ ૧.૨ મિલિયન લોકોને આવરી લેવાયા છે. કોરોનામાં પણ આ જ રીતે કંટ્રોલ કરવા માટે થોડો સમય લાગશે. કોરોનામાં પણ એઇડ્સની જેમ ભેદભાવની ઘટના જોવા મળે છે. લાંબા ગાળે લોકો જાગૃતિને કારણે આપણે તેમાં પણ સારા પરિણામો મેળવી શકીશું.
કોઇપણ રોગચાળાને નાથવા જન સમૂદાયનું વધુ પરિક્ષણ જરૂરી છે. ઝડપી પરીક્ષણ માટે કિટની જરૂરીયાત રહે છે. ભારતીય મેડીકલ રિસર્ચ દ્વારા પણ ખૂબ ઓછી કિંમ્તે સ્વેચ્છિક પરિક્ષણ માટે કિટ્લ ઉપલબ્ધ કરાવવાથી પ્રારંભિક તબકકામાં જ લોકોની આરોગ્ય સંભાળ સેવાઓ શરૂ કરી શકાય.
એચ.આઇ.વી.નાં સ્વેચ્છિક પરીક્ષણ કેન્દ્રો દરેક જીલ્લાની સિવિલમાં કે તાલુકામાં ફ્રિ ચાલી રહ્યા છે. તેને કંટ્રોલ કરવા એન્ટી રિટ્રોવાયરસ (એઆરટી) ડ્રગ પણ વિનામૂલ્યે મળી રહી છે ત્યારે હવે એઇડ્સ બાબતની ચિંતા હળવી થઇ છે. તેમ કોરોનાની પણ આજ રીતે સિસ્ટમ ગોઠવતા થોડો સમય લાગશે. બન્નેમાં રોગપ્રતિકારક શક્તિ પાવરકુલ હોય તેને વધુ મુશ્કેલી પડતી નથી.
૯૦ના દાયકાના એઇડ્સ માટે ૬૫૮નોની જેમ હવે આજે કોવિડ સંક્રમણથી સાજા થઇને બહાર આવેલા દર્દી સમુદાયો અને વ્યક્તિઓની મજબુત ભાગીદારી