- 300 યુવાનો પદયાત્રામાં જોડાયા
- ધારાસભ્ય રમણ પાટકર તથા ભાજપ સંગઠન યુવા પ્રમુખે યુવાનોનો ઉત્સાહ વધાર્યો
ઉમરગામ તાલુકાના કરજગામ અને કનાડુના 300 જેટલા યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિરડી વાલે સાંઈબાબા પાલકીમાં જોડાઈ પદયાત્રાનું આયોજન કરે છે. તેવું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. કરજગામ ખાતે ગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડી અને મનીષ ધોડી તથા ગામના આગ્રણીઓ દ્વારા સાહેબ પાલકીની પૂજા અર્ચના કર્યા બાદ શાહી પાલકી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં જોડાયેલ યુવાનો શિરડી પહોંચી, ત્યાં વિધિવત પાલખીની પૂજા વિધિનું આયોજન કરી વાજતે ગાજતે સાંઈ બાબા મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ પાલખીને પૂર્ણહુતી આપવામાં આવશે. પદયાત્રામાં ધારાસભ્ય રમણ પાટકર, ભાજપ સંગઠન યુવા પ્રમુખ ડૉ. નીરવ શાહ, સરીગામ ગામના અગ્રણીઓએ યાત્રા ખેડનાર યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાના કરજગામ અને કનાડુના 300 જેટલા યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિરડી વાલે સાંઈબાબા પાલકીમાં જોડાઈ પદયાત્રાનું આયોજન કરતા કરજગામ ખાતે ગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડી ( Dhodi ) અને મનીષ ધોડી ( Dhodi ) તથા ગામના આગ્રણીઓ દ્વારા સાહેબ પાલકીની પૂજા અર્ચના કર્યા બાદ શાહી પાલકી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં જોડાયેલ યુવાનો 300 કિ.મી નો અંતર ખેડી માસિક થઈ શિરડી સાથે પહોંચશે.
ત્યાં વિધિ વાત પાલખી ની પૂજા વિધિનું આયોજન કરી વાજતે ગાજતે શિરડી વાલે સાંઈ બાબા મંદિર ખાતે સાંઈ બાબાના દર્શન કર્યા બાદ પાલખી ને પૂર્ણહુતી આપવામાં આવશે. પદયાત્રામાં ધારાસભ્ય રમણ પાટકર, ભાજપ સંગઠન યુવા પ્રમુખ ડૉ. નીરવ શાહ, સરીગામ na ગામના અગ્રણી પ્રતિક્ર રાય,રાજેશ શ્યામલાલ રાઠોડ, સંદીપ સરકાર, પગપાળા ચાલી યાત્રા ખેડનાર યુવાનોના હોસલા વધાર્યા હતા. સાંઈબાબા ઉપર શ્રદ્ધા રાખનાર સરીગામના એક મુસ્લિમ સમાજના અગ્રણી અને સાંઈબાબા ની પૂજા કરી ખુશીના પલમાં દરેક વ્યક્તિઓને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. અને પગપાળા ચાલી યાત્રા ખેડનાર યુવાનોના હાર તોરણ પહેરાવી હોંસલો વધાર્યો હતો.
અહેવાલ: રામ સોનગઢવાલા