- પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા સ્પર્ધકોનું ટ્રોફી આપી કરાયું સન્માન
- 55-60, 60-65 અને 65 થી ઉપરના વર્ષની બહેનોના ત્રણ ગ્રૃપ બનાવાયા
ઉમરગામ સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપને ચાર વર્ષ પુરા થવા આવ્યા તે નિમિત્તે સમર્પણ ગ્રૃપના પ્રમુખ ઈલા રાજાણીના માર્ગદર્શ મા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 થી 60 વર્ષ, 60 થી 65 વર્ષ અને 65 થી ઉપરના વર્ષની બહેનોના ત્રણ ગ્રૃપ બનાવવામાં આવ્યા હતા. જી આઈ ડી સી કોલોની ગૌસંવર્ધન નાથજીની હવેલીથી મેરેથોન દોડની શરૂઆત કરાઈ હતી. ત્રણ પડાવ પૂરા કરનાર સ્પર્ધકોની ત્રણેય ટીમમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા સ્પર્ધકોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા સ્પર્ધા માં ભાગ લેનાર દરેક સભ્યો નું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માં ચિફ ગેસ્ટ તરીકે ડો.સુનિલ તિરોડકર, ડો.રેણુકા મેમ, ઈશ્વર પટેલ તથા શાસ્ત્રી ચંદુ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા કોરીયોગ્રાફર શૈલી સંચેતીએ દરેક સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ઉમરગામ આજે સમર્પણ સિનિયર સિટીઝન ગ્રૃપ ને ચાર વર્ષ પરા થવા આવ્યા હતા એ નિમિત્તે સમર્પણ ગ્રૃપના પ્રમુખ ઈલા રાજાણીના માર્ગદર્શનમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 થી 60 વર્ષ 60 થી 65 વર્ષ અને 65 થી ઉપરના વર્ષ ની બહેનોના ત્રણ ગ્રૃપ બનાવવામાં આવ્યા હતા. GIDC કોલોની ગૌસંવર્ધન નાથજીની હવેલીથી મેરેથોન દોડ ની શરૂઆત કરી ઈલાબેન રાજાણી ના ઘરે થી ઉર્મિલા પટેલના ઘરે અને ત્યાંથી નાના નાની પાર્ક થઈ ત્રણ પડાવ પૂરા કરી દરેક સ્પર્ધકો હવેલી પર પહોંચ્યા હતા ત્યાં સ્પર્ધાની ત્રણેય ટીમમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા સ્પર્ધકોને તથા ઉપસ્થિત મહેમાનોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં ચિફ ગેસ્ટ તરીકે ડો. સુનિલ તિરોડકર, ડો. રેણુકા પટેલ તથા શાસ્ત્રી ચંદુ શુકલ ઉપસ્થિત રહ્યા હતા જાણીતા કોરીયો ગ્રાફર શૈલી સંચેતીએ દરેક સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો સમર્પણ ગ્રૃપના પ્રમુખ ઈલા રાજાણી એ એક સફળ અને જીમ્મેદાર પ્રમુખની જવાબદારી નિભાવી હતી. સમર્પણ ગ્રૃપના દરેક સભ્યો એ પણ ઉભા પગે રહી તનતોડ કરી મેરેથોન દોડ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો સ્પર્ધા માં ભાગ લેનાર 55 થી 80 વર્ષ સુધી ના દરેક સિનિયર સિટીઝનો એ આનંદ ઉત્સાહ સાથે પોતાનો અનુભવ વર્ણન કરી ભાવવિભોર બની ગયા હતા અંતમાં પ્રમુખ ઈલા રાજાણી વતી શાસ્ત્રી ચંદુ શુકલે આવેલા દરેક મહેમાનો તથા દરેક સ્પર્ધકો અને સમર્પણ ગ્રૃપના દરેક સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો અને અલ્પાહાર બાદ સંપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.