તમામ સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં: શહીદ યાત્રા આગળ આવતા ખારચિયા: કોલકી ગામો સ્વાગતમાં જોડાયા
સમસ્ત પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી દરમ્યાન પાટીદાર સમાજના ૧૪ વિરલાઓ શહીદ થયા તેને આત્માને શાંતિ મળે તે માટે ર૪મી જુનથી શરુ થયેલી શહીદ યાત્રા આજે સવારે સિદસરથી પાનેલી આવતા ધારાસભ્ય પાસના આગેવાનો અને ગ્રામજનો ધામકેદાર સ્વાગત કરવામાં આવેલ હતું.
સવારે નવ કલાકે પાનેલીના મેઇન રોડ બસ સ્ટેન્ડ પાસે શહીદ યાત્રાનું ધારાસભ્ય લલીત વસોયા પાસના જતીન ભાલોડીયાજીલ્લા પાસના મહીલા ક્ધવીનર રેખા સિણોજીયા, શિતલ બરોચીયા, પાનેલી ગામના સરપંચ મનુભાઇ ભાલોડીયા સહીત વિવિધ સમાજના આગેવાનોએ ૧૪ શહીદ થયેલ વિરલાઓને ફુલહાર પહેરાવી શ્રઘ્ધાસુમન અર્પણ કરેલા હતા શહીદ યાત્રા પાનેલી ગામની વિવિધ બજારમાં ફરતા ઠેર ઠેર વેપારીઓ વિઘાર્થીઓ આગેવાનોએ શહીદ યાત્રા પર પુણ્ય વર્ષ કરી હતી.
ત્યાંથી કડવા પટેલ સમાજે શહીદ યાત્રા આવતા ત્થા પાટીદાર સમાજ સહીત સમસ્ત ગ્રામજનો દ્વારામા ખોડલ અને ઉમાની મહાઆરતી ઉતારવામાં આવી હતી પાનેલી બાદ ખારચીયા, રબારીલ, કોલકી ગામે પણ શહીદ યાત્રાનું ભવ્યતી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.
કોલકી ગામે ચંદુભાઇ જોગાણીની આગેવાની યુવાનોએ શોભાયાત્રાનું સ્વાગત કરેલ હતું. બપોરે ઉપલેટા બાદ ડુમિયાણી ગામે થઇ સુપેડી નાની વાવડી થઇ સાંજે પ વાગે શહીદ યાત્રા ભાયાવદર ગામે પહોચવાની હોવાથી પાસના આગેવાનો વલ્લભભાઇ માકડીયા, રેખા સિણોજીયા, શિતલ બરોચીયા સહીત સોશ્યલ ગ્રુપના સભ્યો પાટીદાર સમાજના યુવાનો શહીદ યાત્રાનું સ્વાગત કરવા થનગનાટ કરી રહ્યા છે. રાત્રી રોકાણ બાદ શહીદ યાત્રા જામકંડોરણા તાલુકાં પ્રવેશ કરશે.