ટુ વ્હીલર ચાલકોના માંજાથી ગળા કપાઈ જતા નિર્ણય લેવાયો
બ્રિજ સિટી સુરત તરીકે ઓળખાતા સુરત શહેર ની અંદર મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે ઉતરાયણના દિવસે શહેરના તમામ બ્રિજ ટુ વ્હીલર માટે બંધ કરી દેવામાં આવતા હોય છે. પતંગ ચગાવવા ના કારણે માજા ઘણી વખત ફ્લાય ઓવર બ્રિજ પર કે અન્ય બીજો ઉપર પડેલા રહે છે અને તેના કારણે વારંવાર ગયા કપાઈ જવાની ઘટના બનતી હોય છે. તેને રોકવા માટે કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે તમામ શહેરના બ્રિજને બંધ કરી દેવામાં આવે છે.
14 જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીના દિવસે શહેરના તમામ ભેજો દ્વિચક્રી વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે માત્ર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ને જ બ્રિજ ઉપરથી પસાર થવા માટેની મંજૂરી હોય છે.
શહેરના તમામ બ્રિજ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જેથી કરીને ભૂલથી પણ મોટરસાયકલ લઈને જ ઉપરથી કોઈ વ્યક્તિ પસાર ન થઈ શકે. પોલીસ દ્વારા મોટરસાયકલ પર સવાર વાહનચાલકોને રોકવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ મોટી ઘટના ન બને.
છેલ્લા ઘણા સમયથી ઉતરાયણ દરમિયાનમાં જેના કારણે જે લોકો ગંભીર રીતે જાહેર થતા હતા તેમાં મોટાભાગના બનાવો બ્રિજ ઉપરથી જ્યારે મોટરસાયકલ લઇને પસાર થતા વાહનચાલકો હતા તેઓ જ ઇજાગ્રસ્ત થતા હતા. વારંવાર બનતી ઘટનાઓને રોકવા માટે કોર્પોરેશન દ્વારા આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૧૪ અને ૧૫ જાન્યુઆરીના દિવસે તમામ બ્રિજો મોટરસાયકલ ચાલકો માટે બંધ કરી દેવા.
જેને ખૂબ જ અસર પણ દેખાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાઈ રહ્યો છે જેથી કરીને મોટરસાઇકલ ઉપર પસાર થતા વાહનચાલકો પણ માં જેના કારણે અકસ્માતનો ભોગ નથી બનતા. પોલીસ તંત્ર દ્વારા બે દિવસ સુધી બ્રિજ પાસે બંદોબસ્ત ગોઠવીને તમામ ટુ વ્હીલર ચાલકોને બ્રિજ પરથી પસાર થતા રોકવામાં આવશે.