શિયાળાના ઠંડીના દિવસમાં ગોળનો,ખાંડનો ઉપયોગ કરી જુદી જુદી પ્રકારની ચીક્કી બજારમાં દેખાવા લાગે .તલનીચીકી ,સીંગનીચીકી ,તલ સીંગ ટોપરાની મિક્સચીકી ,દાળિયાનીચીકી , સુકામેવાની ચીકી ,તલના લાડુ ,મમરાના લાડુ વગેરે જેવી વાનગીઓ જોઈએ એટલે જ ખાવા મન લલચાય જાય .આ બધી ચીક્કી ઘરે થોડો સમય આપીએ એટલે બનાવી શકાય .
આજે આપણે મમરાના લાડુ બનાવવાની રીત વિષે જાણીએ .
- ૨૫૦ ગ્રામ મમરા (લાડવા બનાવવાહોય તેટલા ગ્રામ મમરા)
- ૨૦૦ ગ્રામ ગોળ (લાડવા પ્રમાણે)
- એક ચમચો તેલ (લાડવા પ્રમાણે)
મમરાના લાડુ બનાવવા સાવ સહેલા, તો ચાલો બનાવીએ
- એક પહોળા લોયા માં એક ચમચી તેલ મૂકી ગેસ પર મૂકી ગોળ નાંખો .
- ગોળ ને એકદમ હલાવતા રહો .
- તાપ ધીમો રાખવો .
- ગોળ ઉકાળવા માંડે એટલે જરા ચેક કરો .
- એક વાટકી માં જરા પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
- પાણી નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય તો પાઈ તૈયાર થઈગઈ .
- ગેસ બંધ કરી તેમાં મમરા નાંખી એકદમ ભેળવો .