- પ્રથમ ડીજીપી કપ ટેબલ ટેનિસ સ્પર્ધાના યજમાન રાજકોટ શહેર પોલીસ
- રાજ્ય પોલીસ દળની પુરુષોની 6 અને મહિલાની ચાર ટીમો વચ્ચે હરીફાઈ
ડીજીપી કપમા પથમ વખત ટેબલ ટેનિસ સ્પર્ધા નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું યજમાન રાજકોટ શહેર પોલીસને ફાળે આવ્યું છે. તારીખ 26 થી ત્રણ દિવસ માટે કોઠિ કમ્પાઉન્ડ રેલ્વે મજદુર સંઘ ટેબલ ટેનિસ હોલ ખાતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ સ્પર્ધા ને ખુલી મૂકી હતી. આ સ્પર્ધામાં રાજ્ય પોલીસ દળ ની પુરુષોની 6 અને મહિલાની ચાર ટીમો વચ્ચે હરીફાઈ જામશે. વધુ વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્રર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેંઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરીક ફીટનેસ તેમજ ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી શહેર પોલીસ દ્વારા પ્રથમ ડીજીપી કપ ટેબલ ટેનીસ સ્પર્ધા – 2024 નું તા. 26/12/2024 થી દિન-03 માટે રેલ્વે મજદુર સંઘ ટેબલ ટેનીસ હોલ, કોઠી કંપાઉન્ડ, ખાતે આયોજન કરવામાં આવેલું છે.. જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂષોની 6 તથા મહિલાઓની 4 ટીમોએ આ હરિફાઇમાં ભાગ લીધો છે.
આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પુજા યાદવ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-02 જગદીશ બાંગરવા , તમામ એસીપીઓ અને પીઆઈઓ ઉપસ્થિત રહેલા હતા. આ તકકે શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા એ જણાવ્યું હતું કે હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલી તમામ ટીમોનુ અભિવાદન કરી ખેલાડીઓએ ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂ પ્રદર્શન કરી ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવ્યુંહતું. ગુજરાત પોલીસમાં શારિરીક ફિટનેસ અને શિસ્ત-ટીમભાવના જળવાઇ રહે તેના માટે ડીજીપી કપનુ આયોજન કરવામાં આવે છે જેમાં પ્રથમ વખત ટેબલ ટેનીસ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો અને આયોજન રાજકોટ શહેર ને સોપવામાં આવ્યું તે બદલ ડીજીપીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેલાડીઓમાં રમતની ખેલદિલી તેમની નોકરીમા પણ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જેના ભાગ રૂપે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી.આ હરીફાઇને સફળ બનાવવા ડિસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસોસિએશન, વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનો વિગેરે નો સહયોગ મળેલ છે.આ સમગ્ર કર્યક્રમનુ સંચાલન એડવોકેટ અતુલભાઇ વી. જોશીએ કરેલું હતું.