બાલજી એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન: બ્લડ ડોનેશન, રાસ ગરબા, વેલ ડ્રેસ સ્પર્ધા અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમો તો ખરા જ
વૈષ્ણવ સાધુ સમાજ (બાવા વૈરાગી) નો સ્નેહ મિલનોત્સવ તથા વિઘાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલ છે. જે આવતીકાલે રવિવારના રોજ મેધાણી રંગ ભુવન, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે. વિઘાર્થીઓને વિવિધ કેટેગરી મુજબ સિલ્ડ અને એડયુકેશન કીટ તથા સન્માન પત્ર અર્પણ કરી અને પ્રોત્સાહીત કરી અને તેનામાં રહેલી સુસૂપ્ત શકિત દ્વારા સર્વાગી વિકાસ સધાશે. સાધુ સમાજનું સ્નેહ મીલન ઓટલે કે સમાજને એક તાંતણી બંધવાનો પ્રયાસ કરાશે. સાથો સાથ રાસ ગરબા અને વેલડ્રેસ સ્પર્ધાનું ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરેલ છે. સાથે બ્લડ ડોમેનશ કેમ્પ રાખેલ છે. જેનો સમય બપોરે ર વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રાખેલ છે. જ્ઞાતિ માટે સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. જેના માટે વલ્લભદાસ ગોંડલીયા, જીગ્નેશભાઇ ગોંડલીયા, ચાંદનીબેન ગોંડલીયા, લાલભાઇ તથા જયેશભાઇ કાપડી જહેમત ઉઠાવી રહ્યા છે. વિઘાર્થી શીલ્ડ ના આજીવન દાતા અને સંતવાણી ના કલાકાર પુનમબેન ગોંડલીયા પણ હાજરી આપશે.
આ સિવાય કાર્યક્રમ માટે દયારામભાઇ ગોંડલીયા, ભાવેશભાઇ દેશાણી, યોગેશભાઇ હરિયાણી વિગેરે વ્યવસ્થાને આખરી ઓપ આપી રહ્યા છે.