કોફી વીથ કરન શોમાં કરેલી કોમેન્ટના કારણે ભારતીય ટીમના ઓલ રાઉન્ડર અને ઓપનીંગ બેટસમેન વિવાદોમાં સપડાયા

શનિવારથી ઓસ્ટ્રેલિયા સામેની ભારતની ઓડીઆઈ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આવતી કાલની વન-ડેમાં શું હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલ રમી શકશે કે નહીં ? આ અંગે મોટી અસમંજસ છે. હાલમાં જ કોફી વીથ કરન શોમાં મહિલાઓ વિરુઘ્ધ કરેલી આપતિજનક ટીપ્પણીને લઈ વિવાદમાં ફસાયેલ ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયા અને ઓપનીંગ બેટસમેન કે.એલ.રાહુલની મુશ્કેલી વધી ચુકી છે. બીસીસીઆઈમાં નિયુકત સીઓએના પ્રમુખ વિનોદરાયે આ બંને ખેલાડીઓ ઉપર બે-બે દિવસનો વન-ડે બેન લગાવવાની ભલામણ કરી છે. સીઓએના બીજા સદસ્યએ બીસીસીઆઈને આ મામલાને લીગલ સેલ પાસે મોકલવાનો નિર્ણય લીધો છે.

પંડયાની કોમેન્ટ બાદ સોશિયલ મિડિયા પર તેની ખુબ જ નિંદા થઈ હતી ત્યારબાદ તેણે ટવીટર ઉપર માફી પણ માંગી હતી પરંતુ બીસીસીઆઈએ બંને ખેલાડીઓને નોટિસ ફટકારી હતી અને ૨૪ કલાકની અંદર જ તેને આ પ્રકારની ટીપ્પણી અંગે જવાબ આપવાનું કહ્યું હતું પરંતુ ખેલાડીઓના જવાબ મામલે પ્રતિક્રિયા આપતા વિનોદરાયે કહ્યું હતું કે, હાર્દિકના સ્પષ્ટીકરણ સાથે હું સહેમત નથી માટે મેં બંને ખેલાડીઓના બે-બે મેચ રમવા ઉપર પ્રતિબંધની ભલામણ કરી છે જયારે બીસીસીઆઈના ડાયના એડુલ્જી ગ્રીન સિગ્નલ આપશે ત્યારે જ અંતિમ નિર્ણય થશે. આવતીકાલથી જે સિરીઝ શરૂ થઈ રહી છે તેની માટે બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં જ છે પરંતુ સિરીઝમાં રમી શકશે કે નહીં ? આ અંગે મોટી અસમંજસ છે.

વિવાદ વઘ્યાની જાણ થતા જ પોતે ટવીટર ઉપર માફી માંગીને લખ્યું હતું કે, પ્રામાણિકતાથી કહું છું કે, હું તે વખતે શો-માં ભાવનાઓથી વહી ગયો હતો. હું કોઈની લાગણીનો અનાદર કરવા નહોતો માંગતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેઓ પોતાના માતા-પિતા સાથે પણ આ પ્રકારની વાતચીતને લઈ ખુબ જ ઓપન અને ફોરવર્ડ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.