ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી: ભારતમાં નૈઋત્યનું ચોમાસુ સમયસર અને સારુ રહેશે
ઉનાળાના આકરા તાપ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે કે ચોમાસુ આગામી દિવસોમાં સમયસર શ‚ થવાનું છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી એક આગાહી પ્રમાણે કેરલમાં ૧લી જુનથી ચોમાસાનું આગમન થશે. વધુમાં હવામાન ખાતા દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, ચોમાસુ સમયસર પહોંચ્યું છે અને ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે.
છેલ્લા બે દિવસથી દરિયામાં પ્રિ-મોન્સુન એકટીવીટી શ‚ થઈ જતા આંદામાન નિકોબાર દ્વિપ સમુહોમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે અને આ પ્રિ-મોન્સુન એકટીવીટી આગળ ધપી રહી છે. ચોમાસુ સામાન્ય રહેવાની આગાહીના કારણે ખેડુતોમાં આનંદ ફેલાયો છે અને કાગડોળે વરસાદની રાહ જોવાય રહી છે. થોડા દિવસો અગાઉ ઓસ્ટ્રેલિયાની એક ખાનગી હવામાન સંસ્થાએ આગાહી કરી હતી કે, અલનીનોના પ્રભાવને કારણે દરીયાનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ થયું હોવાથી ચોમાસાને અસર થશે.
જો કે ભારતીય હવામાન વિભાગે ઓસ્ટ્રેલિયાની ખાનગી હવામાન સંસ્થાના રિપોર્ટ અંગે કહ્યું હતું કે, અલનીનોના પ્રભાવ ઉપર ચોમાસાની સચોટ આગાહી શકય નથી. સમય જતા વરસાદ કેવો રહેશે તેની સચોટ આગાહી થઈ શકે ત્યારબાદ
હવામાન વિભાગે એમ પણ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય રહેશે.ભારતીય હવામાન વિભાગની આ આગાહી બાદ અમેરિકાના હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ભારતમાં અલનીનોની અસર ઓછી રહેશે અને ચોમાસુ સામાન્ય રહેતા લોકોને મુશ્કેલી ભોગવવી નહીં પડે.
છેલ્લા અમુક વર્ષોથી ચોમાસુ નબળુ રહેતું હોવાના કારણે લોકોને પાણીના કારણે હાડમારી ભોગવવી પડી હતી પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ આનંદનો માહોલ ફેલાવે તેવા અંદાજના કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.