શાળાઓના પડતર પ્રશ્ર્નોના ઉકેલ સૌરાષ્ટ્ર કચ્છમાંથી પ હજારથી વધુ શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા લોકો હાજર રહેશે
શાળાઓના અને શાળા કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે ચાલતા આંદોલનના ભાગરુપે ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમીતી દ્વારા રાજયમાં ચાર ઝોનમાં શૈક્ષણિક બીન શૈક્ષણિક કર્મચારીઓનું મહાસંમેલન બોલાવવાનું નકકી થયેલ હતું. જે અન્વયે ગઇકાલે જેતપુર ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના સંકલનના હોદેદારોની મહત્વની બેઠક આ મહાસંમેલનના સફળ આયોજન માટે બોલાવવામાં આવી હતી જેમાં ૧૧૦ જેટલા હોદેદારો હાજર રહેલ હતા અને તા. ૨૨-૭ ને શનિવારે બપોરે ૩ કલાકે યોજાનાર મહાસંમેલન આત્મીય કોલેજ કેમ્પસ ખાતે બોલાવવાનું નકકી કરેલ હતું. શનિવારે યોજાનાર આ મહાસંમેલનમાં સૌરાષ્ટ-કચ્છના શાળા સંચાલકો આચાર્યો માઘ્યમક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષકો, વહીવટી કર્મચારીઓ ૫૦૦૦ થી વધુ ઉ૫સ્થિત રહેશે. ૫૦૦૦ લોકો ભેગા કરવા માટે દરેક જીલ્લાને લક્ષ્ય આપવામાં આવ્યો હતો. આ મહાસંમેલનના સૌરાષ્ટ્રના સંયોજક અને શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટની યાદીમાં જણાવાયું છે.