આજે વિશ્ર્વ અખબારી સ્વાતંત્ર્ય દિવસ છે જેને ચોથી જાગીર કહેવાય છે અખબારોને સમાચાર પ્રગટ કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ છે.

અંગ્રેજી શાસનમાં ભારતમાં અખબાર શરુ થયું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ અખબારના માઘ્યમ દ્વારા અંગ્રેજી સતા સામે અવાજ ઉઠાવ્યો હતો અખબારોએ સમાજના સર્વાગી વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે.

ઇલેકટ્રોનિકસ મીડીયાના આગમ પછી પ્રીન્ટ મીડીયાની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. અખબારોએ સમાજમાં એક નવી ચેતનાનો સંચાર કર્યો છે. આમ જનતાની અદા કરી છે.

અમુક ઇલેકટ્રોનીકસ મીડીયા એ નેગેટીવ સમાચારોને વધુ પડતુ મહત્વ આપે છે. તે દુ:ખદ બાબત છે. કોમી તોફાનો ન થાય સંપ્રાદાયિક સદ્દભાવના મજબુત બને રાષ્ટ્ર એક તાંતણે બંધાય રહે તે માટે ઇલેકટ્રોનીક મીડીયાએ પ્રિન્ટ મીડીયા પાસેથી બોધપાઠ લઇ રાષ્ટ્રને ઉન્નતીતા શીખરે લઇ જવા આગળ આવવું પડશે.

અખબારો ઇલેકટ્રોનિકસ મીડીયા એ રાષ્ટ્રીય એકતા, સંપ્રદાયિક સદ્દભાજના માટે કાર્યકરની સંસ્થા અને વ્યકિતઓને શોધીને તે એવોર્ડ પુરસ્કાર આપવા તેના કાર્યોને મહત્તમ મહત્વ આપવા આગળ આવવું જોઇએ.

આપણા દિવ્ય ભવ્ય, સાંસ્કૃતિક ઐતિહાસીક વારસાને તથા આપણા સ્વાતંત્ર્ય ચળવળને નવી પેઢી સમક્ષ મુંકવું જોઇએ.

આશા રાખીએ કે પ્રીન્ટ મીડીયા અને ઇલેકટ્રોનીકઇ મીડીયા તેને મળેલી સ્વતંત્રતાને આપણા સૌના કલ્યાણ માટે નિ:સ્વાર્થ ભાવે ઉપયોગ કરી રાષ્ટ્રને એક ગાંઠે બાંધવા સહીયારા પ્રયત્નો કરશે તેમ નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઇ ભાતેલીયાએ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.