પ્રથમ ઈક્વીપમેન્ટમાં આગ લાગ્યા બાદ ઓક્સિજનનાં કારણે આઈસીયુમાં આગ ફેલાઈ હોવાની શંકા
તપાસનીશ અધિકારી એ.કે.રાકેશની મુખ્ય અધિકારીઓ સાથે બેઠક
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને લઈ તપાસનીશ અધિકારી નિયુક્ત થયેલા અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ અને ડીડીઓ અનીલ રાણાવસીયા સાથે બેઠક યોજી હતી. તેઓએ કહ્યું કે, તપાસનો પ્રાથમિક રીપોર્ટ સાંજ સુધીમાં આવી જશે અને ફાઈનલ રીપોર્ટ બે દિવસમાં આવશે.
એ.આર.રાકેશે જણાવ્યું હતું કે, એફએસએલ રીપોર્ટ, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ રીપોર્ટની રાહ જોઈએ છીએ તે રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ તારણ પર પહોંચી શકાશે પરંતુ તે દરમિયાન એ પણ ચર્ચા કરવામાં આવી કે, ભવિષ્યમાં કદાચ કોવિડ હોસ્પિટલ જે નોર્મલ હોસ્પિટલ કરતાં ઓક્સિજન સપ્લાય વધારે હોવાથી આગ ત્યાં ન લાગે તેની વધારે કાળજી રાખવાની જરૂર છે. તેના માટે કદાચ અમુક ધોરણો અમલ કરીશું કે મોસ્ટ ઈકવીપમેન્ટ છે તે ત્યાં વાપરવામાં આવે અને માલાસોની ટ્રેનિંગ વધુ ચોક્સાઈથી કરવામાં આવે તાલીમ આપ્યા બાદ બે થી ત્રણ મહિના બાદ પાપીએ તેના કરતા દર અઠવાડિયામાં દર મહિને ટ્રેનિંગ આપતા રહે. કાંઈ પણ થાય તો તુરંત એકશનમાં આવે તે બધી બાબતોની ચર્ચા કરી છે.
હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન બધા ભેગા મળીને આ કાર્ય કરવું પડશે અત્યારે એવું લાગી રહ્યું છે. ત્યાંના ઈકવીપમેન્ટમાંથી આગની શરૂઆત થઈ છે. કોવિડની ટ્રીટમેન્ટ માટે જે બધા ઈકવીપમેન્ટ વાપરવામાં આવે છે. રેમીડી ફાયર હોય છે. તેમાં ટેમ્પરેચર વધારે થાય અને ઓક્સિજન સપ્લાય હોય તો હાઈ ટેમ્પરેચર પર ઓક્સિજન કમ્પીશટીબ્લ થઈ શકે કદાચ ત્યાંથી થયું હોય તેની શકયતા રહે. એફએસએલના રીપોર્ટ આવ્યા બાદ વધુ ખ્યાલ આવે.
ક્યાં ઈકવીપમેન્ટમાંથી સ્પાર્ક થયું છે તે હાલ કહી શકાય નહીં સીસીટીવીમાંથી ક્યાંથી સ્પાર્ક થયું છે તે ક્લીયર નથી દેખાતું. ઓક્સિજન સપ્લાય તો હોય તો તેમાં લીકેજ હોય શકે છે. તેની તપાસ ચાલું છે. તેનો રીપોર્ટ આવશે. ફાઈનલ રીપોર્ટ બે દિવસમાં આવશે કોવિડમાં ઓક્સિજન સપ્લાય આપવું પડે ત્યાં ઓક્સિજન લીકેજ ન થાય તેની પુરેપુરી કાળજી રાખવી પડે. એક રાત્રીમાં તેના નિયમો બની શકતા નથી. હાલ મનપા દ્વારા કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ ચાલે છે.
ડો. તેજસ કરટાએ જણાવ્યું હતુ કે પ્રાથકિ વિગત બહાર આવી નથી. સરકાર દ્વારા અને જાણ કરવામાં આવી નથી. એફએસએલ અને બિજી એજન્સીઓ તપાસ કરી રહી છે. પરંતુ અમે જે ઓબર્ઝવ કરીએ છીએ કે કોઈ ઈલેકટ્રોનીક ગેઝેટમાંથી સ્પાર્ક થઈ ઓકિસજનના કારણે આગ ફેલાઈ ગઈ હોય તેવું લાગે છે.સાચી ખબર સરકારી એજન્સીનાં રીપોર્ટ પરથી પડશે. અત્યારે કહી શકાય તેવું નથી. ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ત્રણથી ચાર કંપનીનાં વેન્ટીલેટરનો ઉપયોગ કરતા હતા જેમાં હેમીલટન કંપની, એલએનટીનું સ્કેન્ટે વેન્ટલેટર ધમણથ્રી ધનણ વન વેન્ટીલેટર અને ફાઈફલોનેઝલકેન્યુલાનો ઉપયોગ કરતા હતા સ્પાર્કીંગ થયું ત્યારે અમે ત્યાં હાજર ન હતા તે પછીની પરિસ્થિતિ, ખાટલાથી જ ખાટલાની ઈલેકટ્રીકની પરિસ્થિતિ ઓકસીજનના પાઈપલાઈનની પરિસ્થિતિ મશીનરીની પરિસ્થિતિ જોઈ એવો અંદાજ લગાવી શકાય કે કોઈ ઈલેકટ્રોનીક ગેઝેટમાંથી શોર્ટ સર્કિટ થઈ હોય આઈસીયુમાં ઓકિસજનનું લેવલ ખૂબ વધારે હોય છે. 7 દર્દઓ હતા. 7માંથી 3 થી 4 દર્દીઓને 60 થી 70 લીટર ઓકસીજન જતો હતો તે ઓકિસજન આઈસીયુમાં હોય છે. તેમાં થોડુક સપાર્ક થયું હોય અને આગ પકડી લીધી હોય તેવું લાગે છે. આઈસીયુમાં આઠ બેડ હતા તેમાં 7 બેડ ભરેલા હતા તેમાં 5 બેડના લોકોને બહાર કાઢી શકયા નથી તેઓ મૃત્યુ પામ્યા તેનું દુ:ખ છે. શોર્ટસર્કિટ પહેલા બીજા કે ત્રીજા ખાટલા વચ્ચે થયું હશે તેવી શકયતા લાગે છે.એલએનટીનું મશીન સાવ બર્ન આઉટ થઈ ગયેલ છે.તેની બાજુનું ધમણ વેન્ટીલેટર બહારના બોડીથી માંડીને એમતેમ છે. અત્યારે આખો માનવ સમાજ આ કોરોનાની પરિસ્થિતિમાંથી પસારથઈ રહ્યા છે.
ત્યારે વધારેમાં વધારે હોસ્પિટલ ઉભી થાય અને અલગ સારવાર ઉભી થાય તે માટેના સરકાર દ્વારા પ્રયત્નો કર્યા છે. તો કદાચ સરકારે તેમને કહ્યું પણ હોય તો તે એક હોસ્પિટલને જ નહી બધાને દોશી જલારામ ટ્રસ્ટની હોસ્પિટલમાં શરૂ થયું હતુ પ્રાઈવેટ હોસ્પિટલ પણ શરૂ થઈ હતી. અમને જયાં સારા સટ્રકચર દેખાયા ત્યાં નાના મોટી સરકારની મદદ લીધી હોય ત્યાર આટલા દર્દીઓ સચવાયા છે. અને અમે દર્દીની સેવા કરીએ છીએ આ દુર્ઘટનામાંથી અમને જલ્દી બહાર કાઢો તેવી સરકારને વિનંતી છે. અને જરૂરીયાતમંદ લોકોને અમે વધુ ઉપયોગી થઈ શકીશું આઈસીયવુ બે વિભાગમાં વહેચાયું છે. મેઈન આઈસીયુમાં આઠ ખાટલા બીજા પાસેનો રૂમ છે તેમાં 4 ખાટલા છે. તેમાં કોઈને ઈજા નથક્ષ થઈ ટોટલ 33 દર્દીઓ દાખલ હતા તેમાં 28 દર્દીઓને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા છે. તેઓની તંદુરસ્તી સારી છે.
તેમને ગોકુલ મેઈન હોસ્પિટલમાં સીફટ કરેલ છે. અને ત્યાં તેમને બીજી વ્યવસ્થા કરી કોવિડ હોસ્પિટલમાં રાખેલ છે.
શિવાનંદ બિલ્ડીંગમાં એન્ટર થાવ ત્યાં ત્રણ ગેઈટ છે. એન્ટ્રી, ઈમરજન્સી રૂમમાંથી એકઝીટ ગેઈટ છે. બહુ સીરીયસ કેસ વારા દર્દીને એ ગેઈટમાંથી અંદર લઈએ, ગ્રાઉન્ડ ફલોરમાં તેમનો ડીપાર્ટમેન્ટ ચાલું છે. ત્યાં પાછળનો દરવાજો ચાલુ છે. ત્યાં એકઝીટ થતી જ હતી. આટલા એકઝીટ દરવાજા હોવાથી જ 28 દર્દીને બચાવી શકયા દુર્ઘટના પ્રથમ માળ પર બની હતી તેનો ધૂમાડો ઉપર ગયો હતો જે દર્દીઓને રેસ્કયુ કરવામાં આવ્યા છે. આ તમામ દરવાજામાંથી કાઢીને જ કરવામાં આવ્યા છે.
આઈસીયુમાં એનએબીએસનાં નિયમ પ્રમાણે 800 સ્કવેરફીટ પર બેડ હોવો જોઈએ તેટલી જગ્યા હતી જગ્યાનો ઈશ્યુ થયો નથી.