સુરતના સચિન વિસ્તારમાં આઇસ્ક્રીમ ખાધા બાદ ચાર બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ થયું હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ત્રણ બાળકીઓ સહીત એક બાળક રમી રહ્યા હતા. તે દરમિયાન તેમને આઇસ્ક્રીમ ખાધું હતું. જે બાદ તેઓ વોમીટીંગ કરતા પરિવાર તેઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ત્રણ બાળકીઓના મોત થયા હતા. અને હાલ એક બાળક સારવાર હેઠળ છે. હાલ પોલીસે ત્રણે બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીના મોતથી ચર્ચા વધી છે. ગઈકાલે રાતે ચાર બાળકોએ આઈસ્ક્રીમ ખાધો હતો અને તેના બાદ મંદિર પાસે તાપણું કર્યું હતું. આ બાદ બાળકોને ઉલટી થવા લાગી હતી. જેથી સૌપ્રથમ નજીકની ખાનગી ક્લિનિકમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ચાર પૈકીના ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. હજુ એક બાળકની હાલત ગંભીર છે.
સચિન પાલી ગામમાં 3બાળકીઓ શંકાસ્પદ મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. તો બીજી તરફ, સુરત મેયર પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં છે. સુરનતા મેયર દક્ષેશ મેવાણી દ્વારા પરિવારની મુલાકાત લેવાઈ હતી. મેયર દ્વારા જણાવાયું કે, અલગ અલગ કારણ જાણવા મળી રહ્યું છે. PM રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પરિવારની સાથે મહાનગરપાલિકાની ટીમ ખડેપગે છે.
ત્યારે નોધનીય છે કે, તમામ બાળકોને સૌપ્રથમ નજીકની ખાનગી ક્લિનિક અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ચાર પૈકીના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. એટલું જ નહીં પરંતુ હજી એક બાળકની હાલત હજી પણ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહીં છે. પીએમ રિપોર્ટ બાદ બાળકોના મોતનું સચોટ કારણ બહાર આવશે. પરંતુ અત્યારે બાળકોની પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય