સરકાર સામે સમાજ ઉઠાવવા અલ્પેશ ઠાકોર સેના દ્વારા ૨૬મીએ શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત એકતા મહાસંમેલનનું આયોજન

સરકાર સામે અવાજ ઉઠાવવા ઠાકોર સેના અને એકતા મંચ દ્વારા આગામી ૨૬મીએ શાસ્ત્રીમેદાન ખાતે ગુજરાત એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અઘ્યક્ષ અલ્પેશ ઠાકોર લોકોને સંબોધન કરશે. મહાસંમેલન વિશે માહીતી આપવા એકતા મંચ અને ઠાકોરસેના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઠાકોર સેના અને એકતા મંચના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના નેતાઓનું વર્ચસ્વ હોવા છતાં સૌરાષ્ટ્રમાં ગુનાઓ દીન પ્રતિદિન વધુ રહ્યા છે. ખેડુતો પાયમાલ થઇ રહ્યા છે. ગરીબ પછાત લોકો લાચાર છે. સરકારી શિક્ષણની હાલત કથળતી જાય છે. આ પરથી સ્પષ્ટ છેકે રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રને અન્યાય થઇ રહ્યો હતો છે.

આ સરકાર દા‚બંધીનો કાયદો તો લાવી પણ અમલ કરવામાં સદંતરે નિષ્ફળ નીવડી છે. મુખ્યમંત્રીના પોતાના વિસ્તારમાં ખુલ્લેઆમ દા‚નું વેંચાણ થઇ રહ્યું છે. બીજા રાજયોમાં તો હાઇવેથી એક કિલોમીટર અંદર દારુ માટે જવું પડે પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ હાઇવે ઉપર ઓફીસીઅલ દારુ મળે છે. તો આ માટે જવાબદારો કોણ ?

વધુમાં જણાવ્યું કે હાઇકોર્ટ દ્વારા હુકકબાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં પણ સૌરાષ્ટ્રમાં હુકકાબા ખુલ્લેઆમ ધમધમે છે. અને પી.પી.પી. યોજના હેઠળ પોતાના જ મળતીયા કોન્ટ્રાકટરોને કામ આપી આડકતરી રીતે સરકાર પોતે જ પ્રજા ના પૈસા પાવરધા બની રહી છે. આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ ? મુખ્યમઁત્રીએ તેનો જવાબ આપવો જોઇએ. એક સમયે અસિંહસાનુ પૂજારી મહાત્મા ગાંધીજીનું સૌરાષ્ટ્ર ગણાતું હતું. એ જ સૌરાષ્ટ્ર આજે ક્રાઇમનો અડ્ડો બની ગયું છે. સરકાર પ્રજાને સલામતી આપવામાં નબળી નીવડી રહી છે. રાજયમાં ગરીબોની પીડાને વાચા આપે તેવી સરકારની જરુર છે નહીં કે અમીરો ને વધુ અમીર બનાવતી ઠાઠમાઠની સરકારની આ સરકાર પોતાના રુપાળા વાયદાઓથી પ્રજાને ખોટી રીતે ચક્રાચૌધ કરી રહી છે. તેમની સામેના આ અવાજને વધુ ઉગ્ર બનાવતા એકતા મંચ અને ઠાકોર સેના દ્વારા આ ૨૬ જુલાઇ એ રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત એકતા મહાસંમેલન રાખવાનું આવ્યું છે જેમાં અલ્પેશ ઠાકોર લોકોને સંબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.