- મહોત્સવમાં સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
- મહોત્સવમાં ગીતા રબારી દ્વારા પરફોર્મન્સ કરાયું
- શામળાજી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવ 2024-25 નો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મહોત્સવ નો પ્રારંભ કરાયો હતો. મહોત્સવમાં પ્રથમ દિવસે ગણેશ વંદના, હાસ્યકલાકાર તેમજ ગુજરાતની લોક ગાયક ગીતા રબારી દ્વારા ગીતો ગાવામાં આવ્યા હતા તેથી સમગ્ર શામળાજી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મહોત્સવ માં સાંસદ શોભના બારૈયા, ભિલોડા ધારાસભ્ય પી સી બરંડા,અને જિલ્લા કલેક્ટર પ્રસસ્તી પરિક દ્વારા તેમજ શામળાજી મંદિરના વાઈસ ચેરમેન અને પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અરવલ્લી જિલ્લાના અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત સરકાર ના યુવક વિકાસ અને રમત ગમત વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય શામળાજી મહોત્સવ 2024-25 નો આજે પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મહોત્સવ નો પ્રારંભ કરાયો આજે પ્રથમ દિવસે ગણેશ વંદના, હાસ્યકલાકાર તેમજ ગુજરાત ની લોક ગાયક ગીતાબેન રબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું
આ શામળાજી મહોત્સવ 2024-25 નો પ્રારંભમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, ભિલોડા ધારાસભ્ય પી સી બરંડા,અને જિલ્લા કલેક્ટર પ્રસસ્તી પરિક દ્વારા તેમજ શામળાજી મંદિર ના વાઈસ ચેરમેન અને પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. હજુ બીજા દિવસેપણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાત ના ખ્યાતનામ કલાકારો દ્વારા ઉજવાશે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લો અને ઉત્તર ગુજરાત ના દર્શકો આ મહોત્સવ માં મોટી સંખ્યા માં ઉમટ્યા હતા.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ