- જીલ્લા પ્રોગ્રામ અધિકારી શિલ્પા ડામોરની ઉપસ્થિતિમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
- સ્પર્ધામાં વિજેતા બહેનોને ઈનામ અને સન્માનપત્ર આપીને સન્માન કરાયું
- કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર સહિતના બહેનો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
અરવલ્લી: બાયડ તાલુકા પંચાયત ખાતે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ જીલ્લા પ્રોગ્રામ અધિકારી શિલ્પા ડામોરની ઉપસ્થિતિમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા THRના પેકેટ બાલભોગ, માત્રુશક્તિ, પુર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટ્સમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વિવિધ વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બહેનોને ઈનામ અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, TDO, CDPO, તાલુકા પંચાયત પ્રમુખ, બાયડ પાલિકા પ્રમુખ, ICDS સ્ટાફ સહિત કાર્યકરો, બહેનો તેમજ ગામેગામથી આવેલા મહિલાઓ, કિશોરીઓ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવા આવે તો, બાયડ તાલુકા પંચાયત ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ જીલ્લા પ્રોગ્રામ અધિકારી શિલ્પા ડામોરની ઉપસ્થિતિમાં પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટીએચઆરના પેકેટ બાલભોગ, માત્રુશક્તિ, પુર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટ્સમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વિવિધ વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને પૌષ્ટિક વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિજેતા બહેનોને ઈનામ અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીએચઆર પેકેટમાંથી મળતા પોષકતત્વો, મિલેટ્સ ખાવાના ફાયદા, સરગવો રોજબરોજ વપરાશમાં લેવાથી થતા ફાયદાઓ વિશે સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોર, ટીડીઓ હનીકુમારી સીસોદીયા, સીડીપીઓ મીતા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પારૂલ બાયડ પાલિકા પ્રમુખ ભાવના જોષી આઈસીડીએસ સ્ટાફ સહિત કાર્યકર તેડાંગર બહેનો તેમજ ગામેગામથી આવેલા મહિલાઓ, કિશોરીઓ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.