- બે દિવસીય કલા અને સંસ્કૃતિના રંગોથી ભરપુર મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદભૂત મંચન કરાશે
- કાર્યક્રમમાં અધિકારીઓ,બાળ કલાકારો, શિક્ષકો અને વાલીઓ રહ્યા ઉપસ્થિત
અરવલ્લી જિલ્લામાં કલા અને સંસ્કૃતિના રંગોથી છલકાતી એક અનોખી ઉજવણીનો આરંભ થયો છે. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યુ છે. બે દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાના કલાકારો વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. તેમજ નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદભૂત મંચન કરવામાં આવશે. આ કૃતિઓનું મૂલ્યાંકન કરી અને વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં બાળ કલાકારો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી જિલ્લામાં કલા અને સંસ્કૃતિના રંગોથી છલકાતી એક અનોખી ઉજવણીનો આરંભ થયો છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ-2024-25નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અરવલ્લી તથા કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે. આ બે દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાના કલાકારોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે,નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદભૂત મંચન કરવામાં આવશે..નિષ્ણાત નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે.
કલામહાકુંભ માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ કલા અને સંસ્કૃતિનું એક મહાસંગમ બની રહેશે,અહીં કલાકારોએ એકબીજા સાથેના અનુભવો શેર કર્યા અને નવી કલાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી,મોડાસા પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ, કે.એન.શાહ હાઈસ્કૂલના પ્રમુખ-હોદ્દેદારો તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ અને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ તેમજ ખુબજ મોટી સંખ્યામાં બાળ કલાકારો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ