- વડોદરા મુંબઈ તરફ જવા સ્ટેટ હાઇવે નં. 5નો ઉપયોગ
- અરવલ્લીના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
- જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે જાહેરનામું બહાર પાડ્યું હતું
- ST બસો, સ્કૂલ વાહન, દૂધ વાહન, સહિત એમ્બ્યુલ્સ જેવા વાહનો આ રસ્તાનો ઉપયોગ કરી શકશે
અરવલ્લીના મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર આગામી એક માસ સુધી 59 ભારે વાહનો માટે સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમજ પોલીસ દ્વારા બેરીકેટિંગ કરીને ભારે વાહનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરાયા છે. ભારે વાહનોના કારણે ટ્રાફિકનું ભારણ, ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ ઉપરાંત સ્થાનિક GJ 9 અને GJ 31 ની સિરીઝના સ્થાનિક ભારે વાહનોને છૂટ અપાઈ છે. તેમજ ST બસો, સ્કૂલ વાહન, દૂધ વાહન, સહિત એમ્બ્યુલ્સ જેવા વાહનો આ રસ્તાનો ઉપયોગ કરી શકશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લીમાં મુખ્ય હાઇવે ગણાતા મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે નંબર 59 પર ભારે વાહનો માટે આજથી પ્રતિબંધ મૂકાયો તે અંગે જિલ્લા કલેકટર દ્વારા આજે સવારે 8 થી રાત્રિના 8 દરમિયાન ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયું હતું.
મોડાસા-નડિયાદ હાઈવે પર ભારે વાહનોને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી 4 જાન્યુઆરીથી સ્ટેટ હાઈવે 59 પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાંથી વડોદરા મુંબઈ તરફ અવરજવર કરવા માટે મુખ્યત્વે સ્ટેટ હાઇવે 59 મોડાસા ધનસુરા નડિયાદ તથા સ્ટેટ હાઇવે નંબર 5 મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે ઉપલબ્ધ છે. મોડાસાથી નડિયાદ હાઇવે ઉપર આવતાં અનેક ગામોમાં ભારે ટ્રાફિકને લઈ હજારો લોકો તોબા પોકારી ગયા હતા. તંત્રે આળસ ખંખેરી અને ભારે વાહનો અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામામાં જણાવાયું છે કે મોડાસામાં જિલ્લાની સરકારી કચેરીઓ આવેલી છે. મોડાસાથી નડિયાદ તરફ જતા વાહનો માટે માલપુર બાજુનો રસ્તો ડાયવર્ડ કરવામાં આવ્યો છે. ભારે વાહનોના કારણે થતી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતોને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી આ જાહેરનામું અમલી રહેશે.