- 870 કીમીની દંડવંત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે
- સફાઈ કામદારોની વિવિધ રજુઆતો દિલ્હી પહોચાડશે
અરવલ્લી: ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગતે માલપુરથી દિલ્લી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ દંડવંત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંગઠનના પ્રમુખ 870 કીમીની દંડવંત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે. આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. સફાઈ કામદારોની માંગણીઓ જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવીડ ફંડ ચૂકવવા,મહેકમ પ્રમાણે સફાઈ કામદારોની તમામ જગા કાયમી ધોરણે ભરવા, રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની 2 ટકા અનામત લાગુ પાડવા, છુટા કરાયેલ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા, સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ-4ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગ સાથે વડાપ્રધાનને આવેદનપત્ર આપશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત માલપુરથી દિલ્લી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.આ દંડવંત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંગઠનના પ્રમુખ 870 કીમીની દંડવંત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે. આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.
ગુજરાતમાં વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો અને સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા અગાઉ પણ માલપુરથી દિલ્હી સુધીની પદયાત્રા યોજી દેશના વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું હતું. પરંતુ આ પડતર પ્રશ્નોને લઈ જરૂરી નિર્ણય નહી કરાતાં હાલ પણ સફાઈ કામદારો મુશ્કેલીઓ વેઠી રહયા છે.
સફાઈ કામદારોની માંગણીઓ જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવીડ ફંડ ચૂકવવા,મહેકમ પ્રમાણે સફાઈ કામદારોની તમામ જગા કાયમી ધોરણે ભરવા,રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની ૨ ટકા અનામત લાગુ પાડવા,છુટા કરાયેલ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા,સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ-૪ ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગને લઈ સમાજના અગ્રણી લાલજી ભગત માલપુરથી દિલ્લી સુધીના આશરે 870 કીમીના અંતરની દંડવત પ્રણામ યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ